મોરબી – માળીયાના ટોપ ટેન બૂથમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 55થી 65 ટકા મતદાન

- text


સૌથી વધુ કેશવનગર જીવાપર બૂથમાં 65.36 ટકા મતદાન

મોરબી : વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ચરણમાં આજે મોરબી જિલ્લાની ત્રણયે બેઠકો ઉપર મતદાન પ્રક્રિયા શરૂ છે ત્યારે મોરબી – માળીયા બેઠકમાં સવારથી મતદારો ઉત્સાહભેર લાઈનો લગાવી મતદાન માટે નીકળ્યા છે, ખાસ કરીને મોરબી માળીયા બેઠક ઉપર ટોપ તેન બૂથમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 55થી 65 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું છે.

- text

મોરબી જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર આંકડા મુજબ આજે સવારથી મોરબી માળીયા બેઠકના જીવાપર કેશવનગર બૂથમાં સૌથી વધુ 65.36 ટકા મતદાન થયું છે જયારે ભરતનગર -1 બૂથમાં 64.29, શક્તિનગર રવાપર નદી બૂથમાં 60.09, સોનગઢ બૂથમાં 59.63, ધરમપુર -1 બૂથમાં 58.41, ભરતનગર -1 બૂથમાં 58.28, લક્ષ્મીવાસ બૂથમાં 57.11, નવા સાદુળકા -2 બૂથમાં 56.94, મહેન્દ્રનગર -6 બૂથમાં 56.27 અને મંદિરકી બૂથમાં 55.49 ટકા મતદાન થયું હતું.

- text