ભારે કરી.. મોરબીમાં મતદાનની વધુ એક ગુપ્તતાનો ભંગ, કોંગ્રેસને મત આપતો ફોટો વાયરલ

- text


ત્રણ ત્રણ ફોટા વાયરલ થતા ચૂંટણી તંત્ર વધુ એલર્ટ બન્યું

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર શાંતિપૂર્ણ વાતાવરણ ચાલી રહેલા મતદાન વચ્ચે ભારે કરી હોય એમ મતદાનની ગુપ્તતાનો ભંગ થયો હોવાનું સામે આવતા જબરી હલચલ મચી ગઇ છે. જેમાં પહેલા ટંકારામાં ભાજપના ઉમેદવાર પછી મોરબીમાં પણ ભાજપના ઉમેદવાર બાદ હવે મોરબી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને મત આપતો ફોટો વાયરલ થતા ચૂંટણી તંત્ર વધુ એલર્ટ બન્યું છે.

- text

મોરબી બેઠકમાં ચાલી રહેલા મતદાન વચ્ચે એક બુથમાં કોઈ વ્યક્તિ ઇવીએમ મશીનમાં કોંગ્રેસના ઉમેદવારને મત આપતો હોય તેવો ફોટો વાયરલ થયો છે. આ ફોટામાં ફક્ત ઇવીએમ મશીનમાં કોંગ્રેસના ચિહ્ન પર બટન દબાવતો અગુઠો જ દેખાઈ છે. કઈ વ્યક્તિ મત આપે છે તેનો ચહેરો જોવા મળતો નથી. મતદાન બુથ ઉપર ચુસ્ત પોલીસ અને અર્ધ લશ્કરી દળો તેમજ પોલીગ સ્ટાફની હાજરી વચ્ચે પણ મતદાનની ગુપ્તતાનું આ ત્રીજી વખત ખંડન થતા ચૂંટણી તંત્ર વધુ સતર્ક બન્યું છે અને મતદાનની ગોપનીયતા જળવાઈ રહે તેવી વિશેષ કાળજી રાખવા તેમજ આવી હરફત કોણે કરી તે દિશામાં ચૂંટણી તંત્રએ તપાસ હાથ ધરી છે. જો કે મતદારોને ઇવીએમમાં મોબાઈલ લઈ જવાની મનાય હોવા છતાં અમુક મતદારો ફોટા વાયરલ કરીને મતદાનની ગુપ્તતાનો સરેઆમ ભંગ કરતા હોવાથી પોલીસ અને ચૂંટણી તંત્રએ ઉડી તપાસ હાથ ધરી છે.

- text