મતદાન કરતા સમયે કહ્યું… ભાઈ જો મારે સો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા આવું છું

- text


મહેન્દ્રનગરમાં સદી વટાવી ચૂકેલા કેશરબેને કર્યું મતદાન

મોરબી : મોરબી ખાતે તમામ મતદાન મથકો પર મતદારો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. યુવાથી માંડીને ૧૦૦ વર્ષ વટાવી ચૂકેલા મતદાર ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. મોરબીના મહેન્દ્રનગર ખાતે સદી વટાવી ચુકેલા માજી અને તેમના દિવ્યાંગ પુત્રીએ ઉત્સાહભેર મતદાન કરી અન્ય મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા.

મોરબીના મહેન્દ્રનગર ખાતે ૧૦૦ વર્ષ વટાવી ચુકેલા કેશરબેન કાવર અને તેમના દિવ્યાંગ પુત્રી છબીબેન મેરજા એમ બન્ને માતા-પુત્રી વ્હીલચેરમાં મતદાન મથકે મતદાન કરવા પહોંચ્યા હતા. આ તકે કેશરબેન કાવરે હર્ષભેર જણાવ્યું હતું કે, ભાઈ જો મારે સો વરહ પુરા થઈ ગયા તોય મત દેવા એવું છું, તેમના પુત્રી છબીબેન મેરજાએ જણાવ્યું હતું કે, મારે આ તકલીફ છે તો પણ મતદાન કરવા આવી છું, મતદાન તો કરવું જ જોઈએ.

- text

- text