ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના લડાયક નેતા ગણાતા લલિત કગથરાનો ડોર ટુ ડોર પ્રચાર

- text


ટંકારા – પડધરી બેઠક પર તો કાકા જ જોઈએ તેવો માહોલ

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર પ્રચાર પડઘમ ગઈકાલે સાંજથી શાંત પડી ગયા છે ત્યારે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે મતદારોએ અકળ મૌન ધારણ કરી લઈ છેલ્લે સુધી પોતાનું મન કળવા નથી દીધું ત્યારે ટંકારા-પડધરી બેઠક ઉપર કોંગ્રેસના 24 કલાક અને 365 દિવસ મતદારો માટે જાગતા રહેતા લડાયક નેતા અને કાકા તરીકે જાણીતા લલિતભાઈ કગથરાએ છેલ્લી ઘડીએ ડોર ટુ ડોર પ્રચાર કરી જન સમર્થન મેળવી રહ્યા છે. બુકી બજારમાં પણ આ બેઠક માટે કાકા હોટ ફેવરિટ મનાતા હોય કોંગ્રેસની પકડ આ બેઠક પર મજબૂત મનાઈ રહી છે.

રાજકારણમાં પક્ષાપક્ષી ભૂલી પ્રજા માટે કામ કરવા ટેવાયેલા ટંકારા પડધરી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને વર્ષ 2017માં મતદારોએ આક્રમક બની મતદાન કરતા કુલ 74 ટકા જેટલા ધીંગા મતદાન બાદ 56 ટકા મત એટલે કે 94090 મત આપી ભાજપનો ગઢ ગણાતી આ બેઠકને કોંગ્રેસનો ગઢ બનાવી દઈ કાકાને ઝળહળતી જીત અપાવી હતી. જો કે સતા ઉપર ભાજપ બેઠી હોવા છતાં લડાયક અને બેબાક નેતા ગણાતા લલિતભાઈ કગથરાએ સતત પ્રજા માટે દોડતા રહી મોરબીમાં લીલો દુષ્કાળ હોય કે પછી પૂરની પરિસ્થિતિ હોય કે પછી ટંકારાના ઇતિહાસમાં પ્રથમ વખત બસસ્ટેન્ડની સુવિધા અપાવવા સહિતના પ્રશ્નો ઉઠાવી લોકોને સુવિધા માટે સતત સરકારમાં લડત ચલાવી પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હોવાનું કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં જંગી લીડથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ ગાંધીનગર વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્નો ઉઠાવી લોક પ્રશ્નોને વાચા આપતા શાસકો પણ કાકાના બેબાક વલણથી ધ્રુજારો અનુભવતા હોવાનું જગ જાહેર છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ટંકારા પડધરી બેઠકના જાગૃત અને પારખું મતદારોએ કોંગ્રેસનો હાથ મજબૂત કરવા કાકાને જ જીત અપાવવા દ્રઢ નિરધાર કર્યો હોવાનો માહોલ જણાઈ રહ્યો છે.

- text

બીજી તરફ ટંકારા – પડધરી બેઠક ઉપર લલિતભાઈ કગથરાના કામો જોતા કોંગ્રેસ દ્વારા ફરી 2022માં તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા કાકાના કામો આ ચૂંટણીમાં આપ મેળે બોલી રહ્યા છે સામે પક્ષે ભાજપે ચૂંટણી મેદાનમાં ઉતારેલા ઉમેદવાર મતદારો માટે અજાણ્યા સાબિત થઈ રહ્યા હોય કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈનો ચૂંટણી જંગ આસાન બન્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જોકે સતત પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલા લલિતભાઈ કગથરા દ્વારા વિધાનસભા બેઠક હેઠળ આવતા મોરબી, ટંકારા અને પડધરી તાલુકાના તમામ ગામોનો લોકસંપર્ક કેળવી ખેડૂતો અને આમ જનતાના પ્રશ્નો સાંભળી પ્રચાર પડઘમ શાંત પડ્યા બાદ હાલમાં ડોર ટુ ડોર સંપર્કમાં વ્યસ્ત બની મતદારો સાથે સંપર્કને જીવંત રાખી લોક સમર્થન મેળવી રહ્યા છે.

- text