વાંકાનેર નજીક સરતાનપર સર્વિસ રોડ ઉપર સાંકડા રસ્તાને કારણે કાયમી ટ્રાફિક સમસ્યા

- text


125થી વધુ સીરામીક એકમો આ રોડ ઉપર આવેલા હોય મોરબી સીરામીક એસોશિએશન દ્વારા અવાર નવાર રજુઆત છતાં પરિણામ શૂન્ય

મોરબી : સીરામીક હબ મોરબીમાં વાંકાનેર સરતાનપર નજીક 125થી વધુ સીરામીક એકમો આવેલા હોવા છતાં અહીં સર્વિસ રોડને પહોળો બનાવવામાં ન આવતા ઉદ્યોગકારોને ટ્રાફિક સમસ્યાનો કાયમી સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સાંકડા રસ્તાને કારણે અવાર નવાર અકસ્માત પણ સર્જાતા હોય આ મામલે મોરબી સીરામીક એસોશિએશન દ્વારા અવાર નવાર રજુઆત છતાં પરિણામ ન આવતા ઉદ્યોગકારોમાં ચૂંટણી સમયે જ રોષ જોવા મળી રહ્યો છે.

વૈશ્વિક સીરામીક હબ મોરબી જિલ્લામાં વાંકાનેરના સરતાનપર રોડ ઉપર અસુવિધાઓ વચ્ચે પણ એક બે નહીં 125 જેટલા સીરામીક એકમો ધમધમી રહ્યા છે અહીં મોટાપ્રમાણમાં સીરામીક એકમો આવેલા હોય દરરોજ 1000 જેટલા હેવી ટ્રકની અવર-જવર ઉપરાંત કારખાનાના કામદારો અને ઉદ્યોગકારોની પણ -જવર રહે છે પરંતુ અહીં ખુબ જ સાંકડા હોય ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે.

- text

ઉલ્લેખનીય છે કે સીરામીક હબ સરતાનપર સર્વિસ રોડ ઉપર કાયમી ટ્રાફિક સમસ્યા અને ખાસ કરીને સરતાનપરમા મુખ્ય રસ્તો સાંકડો અને જોખમી હોય ઉધોગકારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આજે આવા જ એક કિસ્સામાં હેવી ટ્રક સાંકડા રસ્તાને કારણે સાઈડમાં ગુલાંટ ખાઈ જતા રસ્તા ઉપર હેવી ટ્રાફિક જામ સર્જાયો હતો. નોંધનીય છે કે, સરતાનપર સર્વિસ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા રસ્તા પહોળા કરવા મોરબી સીરામીક એસોશિએશન દ્વારા અવાર નવાર રજુઆત છતાં કોઈ પરિણામ ન આવતા ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text