મોરબી જિલ્લામાં આજ સાંજથી પ્રચાર પડઘમ શાંત થશે

- text


ગુરુવારે 8 લાખ મતદારો 35 ઉમેદવારાના ભાવિનો કરશે ફેંસલો

906 બુથ ઉપર ચૂંટણી કાર્ય માટે 4300નો પોલીગ સ્ટાફ, સુરક્ષા માટે એસપી, પીઆઇ.પીએસઆઇ સહિત 2 હજારથી વધુ પોલીસ, હોમગાર્ડ અને અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની ચૂંટણીમાં લોકશાહીનું પર્વ ઉજવવાની શુભ ઘડી નજીક આવી પહોંચી હોય હવે આજે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે અને ચૂંટણીના આચાર સહિતા અમલી બનતા તમામ રાજકીય પક્ષની પ્રચાર સામગ્રી હટાવી દેવાશે આવશે અને જાહેર સભાઓ અને પ્રચારના ભૂગળા શાંત થયા બાદ રાજકીય પક્ષો ડોર ટુ ડોર પચાર અને કતલની રાત્રે મતદારોની રીઝવવા છાને ખૂણે તમામ રાજકીય સોગંઠાબાજી રમાશે. આ દરમિયાન ચૂંટણીના છેલ્લા 48 કલાકમાં ચૂંટણી તંત્રની બાજ નજર રહેશે ક્યાંય પણ ચૂંટણીની આચારસહિતાનો ભંગ થશે તો ચૂંટણી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરશે.

મોરબી-માળીયા, વાંકાનેર-કુવાડવા, ટંકારા-પડધરી એમ આ ત્રણ બેઠકોમાં ચૂંટણી લડતા 35 ઉમેદવારોનો 1લી ડિસેમ્બરે 8 લાખથી વધુ મતદારો ભાવિનો ફેંસલો કરશે. જેમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કુલ 817761 મતદારો મતદાન કરશે જેમાં 422277 પુરુષ અને 395480 સ્ત્રી મતદારો મતદાન કરશે. જેમાં મોરબી-માળીયા બેઠકમાં પુરુષ 148780, સ્ત્રી 138057 અને અન્ય 3 મળી કુલ 286840 મતદારો નોંધ્યા છે , જયારે 66 ટંકારા – પડધરી બેઠકમાં પુરુષ 128180, સ્ત્રી 121328 મળી કુલ 248508 મતદારો નોંધાયા છે તેમજ 67 વાંકાનેર – કુવાડવા બેઠક પર પુરુષ 145317, સ્ત્રી 136095 અને અન્ય 1 મળી 281413 મતદારો નોંધ્યા છે આજ મોરબી જિલ્લાની 3 બેઠકોમાં પુરુષ 422277, સ્ત્રી 395480 અને અન્ય 4 મળી 817761 મતદારો મતદાન કરશે.

- text

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપે એડીચોટીનું જોર લગાવી દીધું છે અને મોરબી બેઠક પર ભાજપના કાન્તિલાલ અમૃતિયા, કોંગ્રેસના જયંતિભાઈ પટેલ સહિત 17, વાંકાનેર બેઠકમાં ભાજપના જીતુભાઈ સોમાણી, કોંગ્રેસના મહંમદ જાવીદ પીરજાદા સહિત 13 અને ટંકારા બેઠકના ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયા અને કોંગ્રેસના લલિતભાઈ કગથરા સહિત 5 ઉમેદવારોના ભાવિ 1 ડિસેમ્બરે યોજનાર ચૂંટણીના ઇવીએમમાં કેદ થશે. જિલ્લાની ત્રણ બેઠકોમાં મતદાનની કામગીરી માટે કુલ 906 બુથ પર પોલીગ સહિત 4300નો સ્ટાફ મુકાશે. આ કુલ 906 બુથમાં મોરબીના બુથ 299, સ્થળ 159, ટંકારાના બુથ 300, સ્થળ 195, વાંકાનેરના બુથ 307, સ્થળ 199 મળી કુલ 906 બુથના ટોટલ સ્થળ 553નો સમાવેશ થાય છે. જ્યારે ચૂંટણી બંદોબસ્ત માટે મોરબી જિલ્લામાં 1 એસપી, 3 ડીવાયએસપી, 17 પીઆઇ, 26 પીએસઆઇ, 73 એએસઆઈ/હેડ કોન્સ્ટેબલ, 1055 પોલીસ જવાન, 1166 હોમગાર્ડ, 129 અર્ધ લશ્કરી દળ મતદાનના દિવસે ખડેપગે રહેશે.

- text