મોરબીમાં વધુ ત્રણ મોટર સાયકલ ચોરાયાની ફરિયાદ

- text


મોરબી : મોરબી શહેરમાં વાહનચોર ગેંગના તરખાટ વચ્ચે ગઈકાલે પોલીસે વાહન ઉઠાવગીર ટોળકીને ઝડપી લીધા બાદ મોરબી શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી ત્રણ મોટર સાયકલ ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાઈ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શનાળા રોડ માર્કેટીંગ યાર્ટ કેન્ટીનવાળી શેરીમાંથી છગનભાઈ વેલાભાઈ ખાંભલા, રહે.ગામ બરવાડા તા.જી.મોરબીવાળાનું 18 હજારની કિંમતનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાઈકલ ચોરાઈ ગયું હતું. એ જ રીતે મોરબી રણછોડનગર નીધીપાર્ક શાંતીવન સ્કુલની આગળ રહેતા અમીનશા વલીશા શાહમદારનું 20 હજારની કિંમતનું હિરો સ્લેન્ડર પ્લસ મોટર સાયકલ શનાળા રોડ છોટાલાલ પેટ્રોલપંપ સામેથી ચોરાઈ ગયું હતું. ઉપરાંત કબીરટેકરી શેરીનં.7માં રહેતા નવલભાઇ નારણભાઇ બળદાનું 20 હજારની કિંમતનું મોટર સાયકલ મોરબી આયુષ હોસ્પીટલ નીચેથી ચોરાઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અલગ-અલગ ફરિયાદ નોંધવામાં આવી છે.

- text

- text