વિરોધીઓ બધું કરશે તમે ભ્રમિત ન થતા : કાંતિલાલ અમૃતિયા

- text


મોરબીમાં મતદારોને ભ્રમિત કરવા ભાજપ વિરુદ્ધ બેનરો લાગતા કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી

મોરબી : વિધાનસભા ચૂંટણીમાં 1લી ડિસેમ્બરે પ્રથમ ચરણના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે કેટલાક ચોપાનિયા વહેતા થતા આજે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનાર દિવસોમાં રામરાજ લાવવું છે તેવું જણાવી ભાજપમાં જ રહેલા ભાજપ વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા.

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો માટે આગામી તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે તેવા સમયે જ ગઈકાલે મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે લોકોને ચોપાનિયા વિતરણ કરવામાં આવતા આજે પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે વિશાળ કાર રેલી નહીં પણ રેલો યોજવામાં આવશે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીની ડિઝાઇન ખરાબ કરતા તત્વો ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ તેમજ ચોપાનિયા વિતરણ કરી ભાજપને નુકશાન પહોંચાડવા માંગે છે પરંતુ એનાથી કોઈ ફર્ક નહીં પડે, મોરબીની પ્રજા ભાજપને અને કાનભાઈને પસંદ કરે છે.

- text

વધુમાં તેઓએ ભાજપમાં જ રહેલા કેટલાક તત્વો પાર્ટીને નુકશાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવી કટાક્ષમાં જણાવ્યું હતું કે, મોરબીમાં રાવણરાજ ખતમ કરી રામરાજ નિર્માણ કરવા લોકો મને જીતાડવાના છે ત્યારે સ્વાભાવિક પણે જ વિરોધીઓના પેટમાં તેલ રેડાતું હોવાનું જણાવી આવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું તેમને ઉમેરી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી.

આ તકે હળવદ – ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ કોળી સમાજના મતદારોને વિકાસને મત આપી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા અપીલ કરી કેન્દ્ર-રાજ્યની ભાજપ સરકારે કરેલ કપરા કોરોના કાળની કામગીરી સહિતની સિદ્ધિઓ વર્ણવી હતી.

- text