હળવદ 27મીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની જાહેર સભા

- text


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ધ્રાગંધ્રા ખાતે જાહેર સભા ગજવશે

હળવદ : હળવદના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં 27મીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ધ્રાગંધ્રા ખાતે જાહેર સભા ગજાવશે.

હળવદ અને ધ્રાગંધ્રા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ ઠાકોર ભારે પ્રચાર કરીને જન સમર્થન મેળવી રહ્યા છે. ત્યારે તેમના સમર્થનમાં પ્રચારને વેગવતો બનાવવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર મેદાને આવ્યા છે અને છત્રસિંહ ગુંજારીયા ઉર્ફે પપ્પુભાઈ ઠાકોરના સમર્થનમાં તા.27મીએ સવારે 10 વાગ્યે ધ્રાગંધ્રા શહેરમાં આવેલ ચરમરીયા દાદાના મંદિરે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text