ટિબંડી પાટિયા પાસે ટ્રકમાં વેલ્ડીંગ કરતા સમયે ગેસનો બાટલો ફાટ્યો

- text


આગ વિકરાળ બનતા ટ્રક સળગી ગયો, એક ઇજાગ્રસ્ત

મોરબી : મોરબીના ટિબંડી પાટિયા પાસે ટ્રકના ગેરજમાં વેલ્ડીંગ કરતી વખતે બટલો ફાટતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જો કે આગને પગલે ટ્રક સળગી ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી ગઈ હતી.

મોરબી ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીના ટીબંડી ગામના પાટિયા પાસે આવેલ ટાટા વાહનના વર્કશોપ વિકાસ વેલ્ડિંગ વર્કસ નામના ટ્રકના ગેરેજમાં આજે ટાટાના વાહનો બોડી સહિતનું રીપેરીંગ કાર્ય ચાલુ હતું.ત્યારે વેલ્ડિંગ કરતી વેળાએ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા ટ્રકની કેબીન આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી. બાટલો ફાટવાથી મોટો બ્લાસ્ટ થયો હતો અને એ સાથે આગ ભભૂકી ઉઠતા ટ્રક આગમાં લપેટાઈ ગયો હતો.

વધુમાં મોરબીના ટીમ્બડી પાટિયા નજીક ટ્રક ગેરેજમાં આગ લાગ્યાની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચાલવીને કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કે ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ એલપીજી ગેસનો બાટલો ફાટતા બ્લાસ્ટ થવાથી મોટી નુકશાની થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે.

- text

- text