હળવદના ચાડધ્રા ગામે 7.15 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ

- text


ખાણ ખનીજ વિભાગ દ્વારા પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને 3 સેની કંપનીના એક્ઝિવેટર મશીનના માલિકો વિરુદ્ધ ફરિયાદ : ડ્રોન સર્વેલન્સ બાદ બ્રાહ્મણી નદીના પટ્ટમાં ખાણખનીજ વિભાગની કાર્યવાહી

હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ આજે મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા બ્રાહ્મણી નદીના પટ્ટમાં લીઝ મેળવ્યા વગર થઈ રહેલી રેતીની ખનીજ ચોરી મામલે કડક કામગીરી કરી પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને 3 સેની કંપનીના એક્ઝિવેટર મશીનના માલિકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચાડધ્રા ગામે ખનીજચોરો દ્વારા લાંબા સમયથી રેતીની બેફામ ખનીજ ચોરી કરવામાં આવતી હોવા અંગે ગામના જ જાગૃત નાગરિક જગાભાઈ ગઢવી દ્વારા અવારનવાર ફરિયાદ કરવામાં આવતી હોય આ મામલે તપાસ બાદ આજે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઈઝર અને તેમની ટિમ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવતા બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી મોટાપ્રમાણમાં રેતીની ખનીજ ચોરી થી હોવાનું સામે આવ્યું હતું.

- text

વધુમાં મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાંથી પાંચ હોડકા, એક લોડર મશીન, ચાર ટ્રેકટર, અને 3 સેની કંપનીના એક્ઝિવેટર મશીન કબ્જે કરી 2,11,482 મેટ્રિક ટન સાદી રેતીનું ખનન થયું હોવાનું જણાતા ડ્રોન સર્વેલન્સ બાદ પ્રતિ ટન રેતીના રૂપિયા 240 લેખે કુલ રૂપિયા 7,15, 65,547ની ખનીજ ચોરી મામલે પકડાયેલા વાહનોના માલિકો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં આઇપીસી કલમ 379 તેમજ ગુજરાત મિનરલ્સ રુલ 2017ની જુદી જુદી કલમો મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.

- text