દેવપુર અણદાબાપાની મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો

- text


મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે બીજો દિવસ

હળવદ : તાલુકાના દેવપુર ગામે નવનિર્મિત અણદાબાપાની મેલડી માતાજીનું મંદિર (કાપલધારવાળા)નો ચાર દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 19 નવેમ્બર થી 23 નવેમ્બર સુધી ચાર દિવસીય આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવવામાં આવશે. ત્યારે આજરોજ 20 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી માતાજીનો નવરંગો માંડવો યોજાનાર છે.

આજ રોજ તારીખ 20 નવેમ્બર ને રવિવારના રોજ પ્રથમ દિવસે માતાજીના માંડવાનું રોપણ વહેલી સવારે કરવામાં આવ્યું છે. સાથે જ 10:30 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે 8:30 કલાકે કલાકાર પારુલબેન બારોટ અને દિનેશભાઈ વઘાસિયા તેમના કલાવૃંદ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવશે. આવતીકાલ તારીખ 21 નવેમ્બર ને સોમવારના રોજ નવરંગા માંડવાના બીજા દિવસે રાત્રે 9 કલાકે રંગ કસુંબલ ડાયરો યોજાશે. જેમાં કલાકાર ગીતાબેન રબારી અને લોકસાહિત્યકાર જયેશભાઈ પ્રજાપતિ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. જ્યારે 22 નવેમ્બર ને મંગળવારના રોજ નવરંગા માંડવાના ત્રીજા દિવસે રાત્રે 9 કલાકે રાવળદેવ ભરતભાઈ રાવળ ડાકલા થકી માતાજીની આરાધના કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં માતાજીના વિવિધ ભુવાઓ પણ ઉપસ્થિત રહેશે. આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની 23 નવેમ્બર ને બુધવારના રોજ પૂર્ણાહુતિ થશે. તો આ ધાર્મિક કાર્યક્રમનો લ્હાવોલેવા ભુવા નાનજીભાઈ અણદાભાઈ ગોલતર તથા ગોલતર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text