‘આપણી સરહદને ઓળખો’ કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની 3 વિદ્યાર્થિનીઓની પસંદગી

- text


મોરબીઃ ગુજરાત સરકાર પ્રેરિત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી , કચ્છ-ભુજ દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો પ્રવાસી કાર્યક્રમમાં મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ પસંદ થઈને કોલેજ અને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

આ કાર્યક્રમમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની કંઝારીયા શિતલ, ગુલશાદ શેરસીયા, તન્વી અઘારાની પસંદગી થઈ છે. મોરબીમાંથી માત્ર ૩ વિદ્યાર્થિની પસંદ થઈ છે જે તમામ નવયુગ કોલેજની વિદ્યાર્થિની છે. આ કાર્યક્રમમાં પસંદગી થવાની લાયકાતમાં NCC અને જિલ્લા/રાજ્યકક્ષાએ રમત ગમતમાં વિજેતા હોવું અનિવાર્ય છે.

આ સમગ્ર કાર્યક્રમ ૧૧ દિવસનો નિવાસી કાર્યક્રમ છે. જેમાં ગુજરાતના ૪૫ જેટલા સ્થળોની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં કચ્છનું મ્યૂઝિયમ, સ્મૃતિવન મેમોરીયલ, પ્રાગ મહેલ, કાળો ડુંગર, ભેડીયાબેટ, સફેદ રણ, ધિણૉ ડુંગર, માતાના મઢ, લખપત કિલ્લો, નારાયણ સરોવર, કોટેશ્વર, જખૌ બંદર, માંડવી, અંજાર, કંડલા પોર્ટ, નાડાબેટ જેવા સ્થળોની મુલાકાત લઈને આપણા ઇતિહાસ અને સંસ્કૃતિથી માહિતગાર કરાયા હતી. આ કાર્યક્રમનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. આ કાર્યક્રમમાં પસંદગી થવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.

- text

- text