ટંકારાઃ પતંજલિ યોગ સમિતિના તનુજા આર્યએ કન્યા પ્રાથમિક શાળાના યોગ વર્ગની મુલાકાત લીધી

- text


ટંકારાઃ ટંકારા કન્યા પ્રાથમિક શાળામાં ચાલી રહેલા યોગ વર્ગની મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજા આર્યએ મુલાકાત લીધી હતી. અને 26 નવેમ્બરે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર- રાજકોટ ખાતે યોજાનાર ભવ્ય યોગ શિબિરમાં પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

મહિલા પતંજલિ રાજ્ય પ્રભારી તનુજા આર્ય (પતંજલિ યોગ સમિતિ ગુજરાત, દક્ષિણ)એ ટંકારાની કન્યા પ્રાથમિક શાળાના યોગ વર્ગની મુલાકાત કરી હતી અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર- રાજકોટ ખાતે 26 નવેમ્બરના રોજ યોજાનાર ભવ્ય યોગ શિબિરમાં ઉપસ્થિત રહેવા સૌને આમંત્રણ આપ્યું હતું. આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ટ્રેનિંગ લીધેલા યોગ ટ્રેનેરો તથા યોગ સાધકો અને યોગપ્રેમીઓ જોડાશે. આ શિબિર અંતર્ગત તનુજા આર્ય દ્વારા લોકોને યોગ જીવનમાં કેટલો જરૂરી છે, આપણી ભારતીય સંસ્કૃતિ, યોગ શા માટે કરવાં જોઈએ, યોગના ફાયદા, યોગ રોગ થી ઉપર ઉઠીને પરમાત્માને પામવા માટેનો રસ્તો છે, વિશે લોકોને સચોટ જ્ઞાન આપ્યું હતું અને ભારતને રોગ મુકત તથા ફરી વિશ્વગુરુ બનાવવામાં સૌને યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.

- text

તનુજા આર્યના સાનિધ્યમાં પતંજલિ મહિલા ટંકારા તાલુકાના કાર્યકર્તા તરીકે પદ આપીને બહેનોને યોગકાર્યને આગળ વેગ આપવા માટે પદનિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકાના પ્રભારી તરીકે કંચન સારેસા (યોગ કોચ), મહામંત્રી તરીકે ડિમ્પલ સારસા (યોગ કોચ), ફાલ્ગુની વાઘેલા (યોગ ટ્રેનર), સંગઠન મંત્રી તરીકે જિન્નતબેન સમા (યોગ ટ્રેનર) અને કોષાધ્યક્ષ તરીકે મનાલી પરમાર (યોગ ટ્રેનર)ની નિમણૂક કરાઈ હતી.

- text