પ્રાથમિક સુવીધા ન મળતા હળવદના વોર્ડ નંબર સાતમાં મતદાન બહિષ્કારના બેનરો લાગ્યા

- text


અનેક વખત પાલિકામાં રજૂઆતો કરાઈ પરંતુ કોઈ સાંભળતું નથી

હળવદ : હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ સુનિલનગર વિસ્તારમાં પ્રાથમિક સમસ્યાઓને લઈ આજે લોકો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કર્યો છે અને એના બેનરો પણ મારવામાં આવ્યા છે.

શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ સુનિલનગરમાં વર્ષોથી રોડ રસ્તા,પાણી સ્ટ્રીટ લાઈટ,ભૂગર્ભ ગટર સહિતની સમસ્યાઓથી આ વિસ્તારના લોકો પીડિત છે અગાઉ અનેક વખત રેલી સ્વરૂપે પાલિકા કચેરીએ રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારના લોકોની રજૂઆત પાલિકાના બહેરા કાને અથડાય છે કોઈ નિકાલ આવતો નથી જેના કારણે ન છૂટકે આ વિસ્તારના લોકો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.

- text

ધાંગધ્રા રોડ પર આવેલ સુનિલનગર વિસ્તાર અનેક પ્રાથમિક સમસ્યાઓથી ઘેરાયેલો છે આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે જ્યાં સીસી રોડ હોય ત્યાં તોડીને નવો કરવામાં આવે છે પરંતુ અહીં તો હજુ કાચા રોડથી જ લોકો ચલાવી રહ્યા છે. પાલિકામાં વેરો ભરવા છતાં પણ જે સુવિધા પાલિકા અન્ય વોર્ડમાં આપે છે તે અહીંયા આપતી નથી. જેથી ન છૂટકે વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે આમેય નેતાઓને મત આપ્યા બાદ પણ કોઈ કામ કરતા નથી તો પછી મત શા માટે આપવો.?

- text