શિક્ષક નિવૃત્ત થતાં નથી,વિદ્યાર્થીને માર્ગદર્શન આપતાં રહે છે : ટી.યુ ચૌહાણ

- text


હળવદની શાળા નંબર-10ના શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

હળવદ : હળવદ શહેરમાં આવેલ શાળા નંબર 10 માં ફરજ બજાવતા શિક્ષક વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતો. જેમા શિક્ષક મિત્રો,પરિવારજનો તેમજ સગાસંબંધીઓ હાજર રહ્યા હતા.

હળવદ શહેરમાં આવેલ શાળા નંબર 10 માં શિક્ષક તરીકે ફરજ બજાવતા તુલસીભાઈ ચૌહાણ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેઓનો નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં શિક્ષક મિત્રો, પરિવારજનો, ગ્રામજનો,વિદ્યાર્થીઓ દ્વારા સ્મૃતિ ભેટ અને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું.આ અંગે તુલસીભાઈ ચૌહાણે પોતાની ૩૮ વર્ષની સેવાના સ્મરણો યાદ કરી જણાવ્યું હતું કે, પોતાની આવડત,હિંમત,હોંશિયારી અને બુધ્ધિ થકી જીવનનો મોટો હિસ્સો અને કામના હજારો કલાકો વિદ્યાર્થીઓની કેળવણી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ માટે આપ્યા છે તેનો આનંદ છે.

- text

આ પ્રસંગે દિનેશભાઈ મકવાણા(સરપંચ),ચુનીલાલ મકવાણા કેળવણી નિરીક્ષક હળવદ,રાજેશભાઈ ગાભવા આચાર્ય હળવદ શાળા નં.૧૦, દિપકભાઈ ચૌહાણ,સન્માન સમારંભનું વાંચન હસુભાઈ શિક્ષક રણછોડગઢ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવેલ.સાથે જ સાહેબના પરિવાર દ્વારા શુભેચ્છાઓ આપી સાલ ઓઢાડી પુષ્પકુંજ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.તેમનું નિવૃત જીવન ઝાંઝરમાંન બની રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી

- text