જમીનથી જોડાયેલા પ્રકાશ વરમોરાએ નાની કેબિન પર મતદારો સાથે કરી ચાય પે ચર્ચા

- text


હળવદ સહિત 15 ગામનો પ્રવાસ કરી મેળવ્યું લોકસમર્થન

10 વરસથી કોંગ્રેસના સ્થાનીય નેતા રહેલા દિલુભાઈ દેવરાજભાઈ કવડિયાએ ભાજપમાં જોડાઈ વરમોરાને ટેકો જાહેર કર્યો

મોરબી : હળવદ – ધ્રાગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરાએ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી હળવદ સહિત 15 ગામનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓને મતદારો તરફથી વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. ગામડાઓની મુલાકાત દરમ્યાન નાની બાળાઓએ શ્રીફળ કળશથી પ્રકાશભાઇના સ્વાગત કરી ઓવારણાં લીધા હતા.

નવા રાયસંગપર, જુના રાયસંગપર, ચાડધ્રા, મયુરનગર, ધૂળકોટ, સૂરવદર, પ્રતાપગઢ, નવા ધનાળા, ધાર ધનાળા, જૂના ધનાડા, કેદારીયા, રણજીતગઢ, માનસર, જુના દેવળીયા અને હળવદના આજના પ્રવાસ દરમ્યાન વરમોરાએ ચાની કીટલી પર મતદારો સાથે ચાની ચૂસકી માણી ચર્ચા કરી હતી.

વિવિધ ગામોની મુલાકાત સમયે તેઓએ ટ્રાઇસિકલ પર જઈ રહેલા દિવ્યાંગની ખબર અંતર પૂછી મતદાન કરવાની લાગણી સભર અપીલ કરી હતી. મયુરનગરના સરપંચ ભાવેશભાઈ ચાવડા, નવા રાયસંગપર અને જુના રાયસંગપરના રણછોડભાઈ, મોરબી જિલ્લા પ્રમુખ મહેશભાઈ સરપંચ રાયસંગપર
ધૂળકોટ ગામના સરપંચ અર્જુનસિંહ જાડેજા, સુરવદરના જયંતીભાઈ ઠાકરશીભાઈ ઠાકોર, પ્રતાપગઢના દિપકભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર, નવા ધનાળાના સતિષભાઈ તરબું ડીયા, જૂના ધનાણાના અનુપસિંહ છતરસિંહ ઝાલા, રણજીતગઢના બલદેવભાઈ વેલાભાઈ ચાવડા, માનસરના રાજસિંહ ગોહિલ, જુના દેવળિયાના વશરામભાઈ મૂળજીભાઈ સોલંકી સહિતના સ્થાનનીય આગેવાનોએ પ્રકાશભાઈને પોતાના ગામોમાં આવકાર આપીને સમગ્ર ગામોની મુલાકાત દરમિયાન સાથે રહ્યા હતા અને પ્રકાશભાઈની જીત નિશ્ચિત પણે થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ચૂંટણી દરમિયાન તમામ પ્રકારના સાથ અને સહકારની ખાત્રી તમામ ગામોના સરપંચોએ આપીને ગામ સમસ્ત ભારતીય જનતા પાર્ટીની સાથે રહેશે તેવું જણાવ્યું હતું.

- text

- text