વાંકાનેરમા 7 ઉમેદવારી ફોર્મ રદ્દ : 17 ઉમેદવારો મેદાનમાં

- text


 

એક ઉમેદવારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સોગંદનામુ રજૂ કરતા રદ, બીજાની ઉંમર નાની પડી

વાંકાનેર : વાંકાનેર વિધાનસભા બેઠક માટે આજે ઉમેદવારીપત્રોની ચકાસણી દરમિયાન ડમી ઉમેદવારોની સાથે એક ઉમેદવારે રૂ.50ના સ્ટેમ્પ ઉપર સોગંદનામું રજૂ કરતા તો બીજા ઉમેદવારની ઉંમર નાની પડતા કુલ મળી 7 ઉમેડવારીપત્ર રદ થયા હતા. આ સાથે જ હવે 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે અને હવે ઉમેદવારીપત્ર પરત ખેંચાય બાદ ચૂંટણીચિત્ર સ્પષ્ટ બનશે.

નીચે દર્શાવેલ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે.

1.મહમદજાવીદ અબ્દુલમુતાલીબ પીરઝાદા : કોંગ્રેસ

2.ભુપેન્દ્ર કનુભાઇ સાગઠીયા : બસપા

- text

3. જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી : ભાજપ

4.વિક્રમ વલ્લભભાઇ સોરાણી : આપ

5. પ્રકાશ નારણભાઇ અજાડીયા : આરજેપી

6. નરેન્દ્રસિંહ નટુભા ઝાલા : અપક્ષ

7. નરેન્દ્ર વિરાભાઈ દેંગડા : અપક્ષ

8. રીતેષભાઇ મનસુખભાઇ પરસાણા : અપક્ષ

9. રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા : અપક્ષ

10. જીતેશભાઇ રૂપાભાઈ સાંતોલા : અપક્ષ

11. મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા : અપક્ષ

12. નવીનભાઇ અમૃતભાઈ વોરા : અપક્ષ

13. મહેશકુમાર નરસીભાઈ ખાંડેખા : અપક્ષ

14. હીનાબેન પ્રવીણભાઈ રૈયાણી : અપક્ષ

15. મેરામભાઇ કરમણભાઈ વરૂ : અપક્ષ

16. વલ્લભભાઇ કરશનભાઇ વાઘેલા : અપક્ષ

17.રમેશભાઇ લવજીભાઈ ડાભી

 

- text