મોરબીમાં બે બાઈક વચ્ચેની ટકકરમાં જીમમાં જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી – વાંકાનેર હાઇવે ઉપર બનેલી ઘટનામાં એકનો એક પુત્ર ગુમાવનાર પિતાએ ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર સૂફીયાન ગેરેજ નજીક સર્વિસ રોડ ઉપર બે બાઈક વચ્ચે ટક્કર સર્જાતા જીમમાં જઈ રહેલા મૂળ જૂનાગઢના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે એકના એક પુત્રને ગુમાવનાર પિતાએ સીટી બી ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ જૂનાગઢના વતની કુલદીપભાઈ સુરેશભાઈ કાચા ઉ.24 મોરબી ખાતે ખાનગી કંપનીમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે અને લાલપર નજીક ઓરિસન ઝોન ખાતે રહે છે. ગત તા.11ના રોજ કુલદીપભાઈ પોતાનું સીબીઝેડ બાઈક લઈ ફિટનેસ ઝોન જીમમાં જતા હતા ત્યારે સૂફીયાન ગેરેજ પાસે સર્વિસ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવેલા જીજે – 36 – એએ – 7519 નંબરના બાઈક ચાલકે જોરદાર ટક્કર મારતા કુલદીપભાઈ ને ઇજાઓ પહોંચી હતી.

- text

આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા સારવાર માટે કુલદીપભાઈને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મૃતક કુલદીપભાઈના પિતા સુરેશભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text