મોરબીમાં કાનાભાઈના વાવાઝોડામાં કોંગ્રેસ વેરવિખેર : અનેક આગેવાનો ભાજપમાં જોડાયા

- text


રંગપર બેલાના ક્ષત્રિય આગેવાન દિલુભા સહિત અનેક સરપંચ, મોરબીના પૂર્વ કાઉન્સિલરો અને લોહાણા અગ્રણીઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો

મોરબી : મોરબીમાં આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાના સમર્થનમાં યોજાયેલ જાહેરસભામાં કાનાભાઈનું એવું તો વાવાઝોડું ફુંકાયું હતું કે રહીસહી કોંગ્રેસના મજબૂત સ્તંભ ગણાતા અનેક આગેવાનો ખરા સમયે જ ભાજપ છાવણીમાં જોડાઈ ખેસ ધારણ કરી લેતા કાનાભાઈના વાવાઝોડામાં કોંગ્રેસ વેરવિખેર થઈ ગઈ હતી. જેમાં આજરોજ રંગપર બેલાના ક્ષત્રિય આગેવાન દિલુભા સહિત અનેક સરપંચ, મોરબીના પૂર્વ કાઉન્સિલરો અને લોહાણા સમાજે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

મોરબી માળિયાના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ભાજપના ઉમેદવાર એવા કાંતિલાલ અમૃતીયાના સમર્થનમાં આજરોજ ઓમશાંતિ સ્કૂલ નજીકના ગ્રાઉન્ડમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના પ્રારંભ સાથે જ વિશાળ જનસભા યોજાઈ હતી આ તકે રંગપર બેલાના ક્ષત્રિય આગેવાન દિલુભા ઝાલા, તેમના પુત્ર મહેન્દ્રસિંહ સહિત તેમનો પરિવાર ઉપરાંત મોરબી -માળીયા તાલુકાના અનેક ગામોના સરપંચ અને મોરબી નગરપાલિકાના અનેક પૂર્વ કાઉન્સિલરો કોંગ્રેસને બાયબાય કરી ભાજપમાં જોડાયા હતા.

આ ઉપરાંત મોરબી લોહાણા સમાજના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ નગરપાલીકાના પૂર્વ ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક યુવા અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજના અગ્રણીઓએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કેસરીયો ધારણ કરતા મોરબીના રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. લોહાણા સમાજના અગ્રણીઓએ પ્રવર્તમાન વિધાનસભાની ચુંટણીમાં મોરબી-માળીયા વિધાનસભાના ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા બેઠકના ઉમેદવાર જીતુભાઈ સોમાણી તથા ટંકારા-પડધરી બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યુ હતુ. આજે કાંતિભાઈના સમર્થનમાં અંદાજે એક હજારથી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા.

- text

- text