પંચાસર, નાની વાવડી અને બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેતા પોલીસ અધિક્ષક

- text


મોરબી: જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પંચાસર, નાની વાવડી તેમજ બગસરા ગામના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આજે પંચાસર, નાની વાવડી અને બગસરા ગામના મતદાન મથકોની મુલાકાત લીધી હતી. અને ગ્રામજનોને મળીને આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાઇ અને લોકોમાં વધુમાં વધુ મતદાન અંગેની જાગૃતતા આવે તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

- text

- text