રાજકીય ઈતિહાસ : એક સમયે મોરબીના ગાંધી ગણાતા ગોકળદાસ પરમારનો અહી દબદબો હતો

- text


અત્યાર સુધીના ધારાસભ્યોમાં કાંતિલાલનો પાંચ વખત જીતવાનો રેકોર્ડ, તેમના પહેલાના માજી ધારાસભ્યોમાંથી એક માત્ર ગોકળદાસ પરમારે સ્વચ્છ પ્રતિભાના જોરે 3 વખત જીત મેળવી હતી

મોરબી : ઔધોગિક રીતે સમૃધ્ધ મોરબીની વિધાસભાની ચુટણીનો આઝાદી પછીથી અત્યાર સુધીનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે. આઝાદી પછી મોરબી સ્ટેટનું વલીનીકરણ સૌરાષ્ટ્ર પ્રાંતમાં સમાવેશ તથા અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાથી માંડીને રાષ્ટ્રીય સ્તરે પલટાના રાજકીય પ્રવાહોએ મોરબી બેઠક પર ખાસ્સો પ્રભાવ પાડ્યો હતો. જોકે ઈતિહાસની તારીખમાં અત્યાર સુધીમાં ૧૦ ધારાસભ્યોમાંથી એક માત્ર માજી ધારાસભ્ય કાંતિલાલ સતત પાંચ ટર્મ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. જ્યારે તેમના પુરોગામી ધારાસભ્યોમાંથી એક માત્ર ગૌકળદાસ પરમાર સ્વચ્છ પ્રતિભાના જોરે પાંચ વખત ચુંટણી લડીને ત્રણ વખત જીત્યા હતા.

૧૯૪૭માં દેશ સ્વાતંત્ર થયા બાદ મોરબી સ્ટેટનુ વીલીનીકરણ થયુ હતુ. અને ૧૯૪૭માં કોંગ્રેસ પક્ષમાંથી જયંતિભાઈ પારેખે મોરબી બેઠક પર પ્રથમ વખત ચુંટણી લડીને પ્રથમ ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ૧૯૫૨માં મોરબીના રાજવી લખધીરજીના પુત્ર કાલીકા કુમાર ચુંટણી લડ્યા હતા. આ વખતે તેમના હરીફ ઉમેદવાર તરીકે ઉભા રહેલા જયંતિભાઈ પારેખ હારી ગયા હતા. અને કાલીકા કુમાર વિજયી થયા હતા. તેમના બે વર્ષમાં નિધન બાદ ફરીથી ચુંટણી યોજાઈ હતી. અને વર્ષ ૧૯૫૪માં રાજેન્દ્રભાઈ રાય ધારાસભ્ય બન્યા હતા. ત્યાંરબાદ ૧૯૫૭માં ગાંધીવાદી નેતા ગોકળદાસ પરમાર ચુંટણી લડ્યા અને વિજયી થયા અને ૧૯૬૨માં પણ તેમણે સીટ જાળવી રાખી હતી. ગોકળદાસ પરમાર બે ટર્મ સુધી રહ્યા બાદ ૧૯૭૨માં પરીવર્તનની લહેર ફુકાતા વસંતભાઈ મહેતા ધારાસભ્ય બન્યા હતા. પરંતુ તેઓ એક ટર્મ સુધી જ રહી શક્યા અને ૧૯૭૨માં મગનલાલ સોમૈયા ધારાસભ્ય બન્યા પછી ૧૯૭૫માં ગોકળદાસ પરમાર ફરી ધારાસભ્ય બન્યા હતા.

તેમના પછી ૧૯૮૦માં જીવરાજભાઈ સરડવાએ ધારાસભ્ય પદ મેળવ્યા બાદ ૧૯૮૫માં મોરબી સીટ પર નવા પક્ષ એટલે કે ભાજપનો ઉદય થયો હતો. અને અમુભાઈ અઘારા ભાજપમાંથી ધારાસભ્ય પદે ચુટાયા હતા. ત્યાર પછી ૧૯૯૦માં રાજ્યના પુર્વ મુખ્યપ્રધાન બાબુભાઈ જશુભાઈ પટેલ મોરબી સીટ પર અપક્ષ ઉમેદવાર તરીકે લડ્યા હતા. બાબુભાઈ જશુભાઈ પટેલે તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમ્યાન મોરબીમાં સર્જાયેલી પુર હોનારત સમયે તેમને મોરબીને બેઠું કરવામાં ભારે યોગદાન આપ્યુ હતુ. જેના કારણે મોરબીવાસીઓ આ ઋણ ચુકવવા માટે બાબુભાઈ જશુભાઈ પટેલને મોરબી સીટ પરથી જંગી બહુમતીથી ચુટ્યા હતા. ૧૯૯૫માં ભાજપનુ તીવ્ર મોજુ ફરી વળતા કાંતિભાઈ અમૃતીયા મોરબી સીટ પરથી જંગી લીડથી ચુટ્યા હતા. અને ત્યાર પછીથી અત્યાર સુધી એટલે કે સતત પાંચ ટર્મથી તેઓ ચુંટણી જીત્યા આવ્યા છે. જોકે તેમના પુરાગામી ધારાસભ્યોમાંથી હાલમાં હયાત રહેલા માજી ધારાસભ્ય ગોકળદાસ પરમાર ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૫, અને ૧૯૮૦ એમ પાંચ વખતે ધારાસભ્યની ચુટણી લડ્યા છે. અને વર્ષ ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૭૫માં તેઓ વિજયી થયા હતા. તેઓ છેલ્લી ચુંટણી લડ્યા પછી રાજકારણને અલવિદા કરી દીધી હતી. 100 વર્ષની વયે ફાની દુનિયા છોડી જનાર ચુસ્ત ગાંધીવાદી નેતા ગોકળદાસ પરમાર કહેતા હતા કે, આઝાદી પછીથી મોરબી સીટ પર અનેક ઉતાર ચડાવ આવ્યા છે. પરંતુ તેમના શાસનગાળા દરમ્યાન ચુંટણી એકદમ તટસ્થ અને નિષ્પક્ષ રીતે યોજાતી હતી.

- text

મોરબી વિધાનસભા બેઠકનો ઇતિહાસ

ગુજરાત અલગ રાજ્ય બન્યું પછીની 1962ની પ્રથમ ચૂંટણી

ગોકળદાસ ડોસાભાઈ પરમાર – કોંગ્રેસ – 18193 મત(વિજેતા ),
રતિભાઈ ઉકાભાઇ પટેલ – અપક્ષ  – 12605  મત (હારેલ )


1967ની ચૂંટણી

વી.વી.મહેતા – સ્વતંત્ર પાર્ટી -21701 મત(વિજેતા ) ,
જી. ડી. પરમાર – કોંગ્રેસ – 17174 મત (હારેલ )


1972ની ચૂંટણી

મગનલાલ ટી.સોમૈયા – કોંગ્રેસ – 14443 મત(વિજેતા )
ગોકળભાઇ ડોસાભાઈ પરમાર – એનસીઓ – 14117 મત (હારેલ )


1975ની ચૂંટણી

ગોકળદાસ ડોસાભાઈ પરમાર – કોંગ્રેસ – 22016 મત(વિજેતા ) ,
બાલુભા ભુરૂભા જાડેજા -(કિશાન મજદૂર લોક પ્રકાશ)- 17040(હારેલ )


1980ની ચૂંટણી

જીવરાજભાઈ થોભણભાઈ સરડવા – કોંગ્રેસ(આઈ) – 17971 મત(વિજેતા ),
પૂનમચંદ લીલાધર કોટક (ભાજપ )-7330 (હારેલ )


1985ની ચૂંટણી

અઘારા અમૃતલાલ ગણેશભાઈ – ભાજપ – 24628 મત(વિજેતા ),
જીવરાજભાઈ થોભણભાઈ સરડવા – કોંગ્રેસ- 17399  (હારેલ )


1990ની ચૂંટણી

બાબુભાઇ જસભાઈ પટેલ – અપક્ષ – 37975 મત(વિજેતા ),
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 23767  (હારેલ )


1995ની ચૂંટણી

કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 50759 મત(વિજેતા ),
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 41748 (હારેલ )


1998ની ચૂંટણી

કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 47361 મત(વિજેતા )
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 25486  (હારેલ )


2002ની ચૂંટણી

કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 53443 મત(વિજેતા )
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 51853  (હારેલ )


2007ની ચૂંટણી

કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 75313 મત(વિજેતા )
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 52792 (હારેલ )


2012ની ચૂંટણી

કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 77386 મત(વિજેતા )
બ્રિજેશ મેરજા – કોંગ્રેસ – 74626   (હારેલ )


2017ની ચૂંટણી

બ્રિજેશભાઈ મેરજા – કોંગ્રેસ – 89396 મત(વિજેતા )
કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ – 85977 (હારેલ )


2020નીપેટા ચૂંટણી

બ્રિજેશભાઈ મેરજા – ભાજપ -64711 (વિજેતા)
જયંતીભાઈ જેરાજભાઈ પટેલ – કોંગ્રેસ – 60062 (હારેલ)


- text