મોરબીના રફાળેશ્વરમા પારકા ઝઘડામાં વચ્ચે પડનાર યુવાનને ધોકા પડયા

- text


સાત દિવસ પૂર્વેના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મિત્રના ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા યુવાનને બે શખ્સોએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા ફટકારતા મોરબી પોલીસ પોલીસ મથકમાં વળતી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રફાળેશ્વર ગામે આંબેડકર નગરમાં રહેતા ભાવેશભાઈ ઉર્ફે કાલી ઉર્ફે રાધે કિશોરભાઈ સુમેસરા નામના યુવાનના મિત્ર યતીશ મૂછડીયા સાથે આરોપી ગૌતમ જયંતિભાઈ મકવાણા અને પ્રફુલ બચુભાઇ સોલંકીને ગત તા.4 ના રોજ ઝઘડો થતા આ ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા ભાવેશ ઉર્ફે કાલીને ગૌતમ મકવાણા અને પ્રફુલ સોલંકીએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

ઉલ્લેખનીય છે કે આ અગાઉ આરોપી ગૌતમ મકવાણા અને પ્રફુલ સોલંકીએ સમાધાન માટે ગયા હોય ભાવેશે ઝઘડો કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં વળતી ફરિયાદ રૂપે સામાવાળા ભાવેશ ઉર્ફે કાલીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text