મોરબીના સાદુંળકા ગામ નજીક હોટલમાંથી રૂ.40 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


તાલુકા પોલીસે બાતમીના આધારે રાજસ્થાની હોટલમાં રેઇડ કરી દારૂ સાથે એકને દબોચી લીધો

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફે સાદુંળકા ગામ નજીક રાજસ્થાની હોટલમાંથી રૂ.40 હજારનો ઈંગ્લીશ દારૂને ઝડપી લીધો હતો. જેમાં તાલુકા પોલીસે બાતમીના આધારે હોટલમાં રેઇડ કરી દારૂ સાથે એકને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકના પી.આઈ. કે.એ. વાળા તથા પોલીસ કોન્સ.જયદીપ પટેલ, પંકજભા ગુંઢડા સહિતના સ્ટાફે આજે મોરબીના સાદુંળકા ગામ નજીક સાઈબાબા કોમ્પલેક્ષની બાજુમાં આવેલ રાજસ્થાની ખેમાબાપા હોટલમાં ઈંગ્લીશ દારૂ છુપાવેલો હોવાની બાતમીના આધારે તે હોટલમાં દોરડો પાડ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આ રાજસ્થાની હોટલમાંથી રૂ.40,700ની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી આવતા આ હોટલમાં ગ્રાહકોને ભોજનની સાથે શરાબની સુવિધા પૂરી પડાતી હોવાથી આ હોટલના જવાબદાર સુરેશભાઈ મેડારામ ચૌધરી (રહે હાલ ગણેશનગર, પાટીદાર ટાઉનશિપ-મોરબી અને મૂળ રાજસ્થાન)ને આ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લઈ આ દારૂ ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી હોટલમાં દારૂના ગોરખધંધા ચલાવતો હતો ? તે અંગે આકરી પૂછપરછ હાથ ધરી છે.

- text