કાંતિલાલે ઝેન વેચી ફોર્ચ્યુનર અને એન્ડેવર લીધી, જાણો પરિવારની મિલ્કત કેટલી વધી ?

- text


પાંચ વર્ષમાં કાનાભાઈના પરિવારની મિલકતોમાં કુલ 3.22 કરોડનો વધારો થયો : અમૃતિયા દંપતી પાસે 435 ગ્રામ સોનુ

મિલકત અંગે કાંતિલાલ અમૃતિયાએ 2017ની ચૂંટણીમાં અને અત્યારે જાહેર કરેલી વિગતનું સરવૈયું

મોરબી : મોરબી – માળીયા બેઠક ઉપર પાંચ-પાંચ ટર્મ સુધી લગલગાટ જીત મેળવી વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનમાં હારી ગયેલા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાને ભાજપે ફરી ટિકિટ આપી છે ત્યારે શુક્રવારે મૌન રેલી યોજી નામાંકન પત્ર ભરનાર કાનાલાલની મિલ્કતમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેકગણો વધારો થયો છે. તેમની સ્થાવર મિલ્કતમાં રૂ. 1.98 કરોડ અને જંગમ મિલ્કતમાં રૂ. 1.24નો પાંચ વર્ષમાં વધારો થયો છે. આમ કુલ 3.22 કરોડનો વધારો થયો છે અને પાછલા પાંચ વર્ષમાં 2,35,10,178નું તેઓએ ધંધામાં રોકાણ કર્યું હોવાનું સત્તાવાર સોગંદનામામાં જાહેર કર્યું છે.જો કે, પાંચ વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે. કાંતિલાલ અમૃતિયાના પરિવાર પાસે એફિડેવિટ મુજબ હાલમાં જંગમ મિલકત કુલ 2.96 કરોડ અને સ્થાવર મિલકત કુલ 6.26 કરોડ થાય છે.

જો કે, છેલ્લા પાંચ વર્ષમાં તેમના આવકવેરા રિટર્નમાં ઘટાડો નોંધાયો છે જે પાછળ કોરોના કાળની મંદી કારણભૂત હોવાનું રિટર્ન ઉપરથી સ્પષ્ટ પણે જણાઈ રહ્યું છે.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની તેમજ પુત્ર પાસે વર્ષ 2017માં અને હાલમાં કેટલી સ્થાવર, જંગમ મિલ્કત, સોનુ, ગાડી, બેંકમાં થાપણ, હાથ ઉપર રોકડ રકમ, ધંધામાં રોકાણ, કોઈ વ્યક્તિને ઉછીના આપેલા અને કોઈ પાસેથી ઉછીના લીધેલા નાણાં, ખેતી,બિનખેતીની જમીન સહિતની તમામ બાબતો નીચે મુજબ તુલનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.

આવકવેરા રિટર્નમાં બતાવેલી આવક છેલ્લા પાંચ વર્ષ દરમિયાન

કાંતિલાલ અમૃતિયા (પોતે) :
13,04,998 (વર્ષ 2017-18)
14,46,690 (વર્ષ 2018-19)
32,07,643 (વર્ષ 2019-20)
25,51,980 (વર્ષ 2020-21)
21,56,760 (વર્ષ 2021-22)
11,57,510 (વર્ષ 2022-23)

જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) :
6,98,297 (વર્ષ 2017-18)
2,99,830 (વર્ષ 2018-19)
6,90,314 (વર્ષ 2019-20)
16,96,490 (વર્ષ 2020-21)
10,95,940 (વર્ષ 2021-22)
13,32,440 (વર્ષ 2022-23)

પ્રથમ (પુત્ર) :
2,43,600 (વર્ષ 2021-22)
6,02,300 (વર્ષ-2022-23)


હાથ ઉપર રોકડ (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,30,274
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,74,500
પ્રથમ (પુત્ર) : 4,84,501
ટોટલ : 16,89,275

પાંચ વર્ષ પહેલાની હાથ ઉપર રોકડ (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 9,81,600
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000
જાહનવી (પુત્રી) : 2,50,000
પ્રથમ (પુત્ર) : 1,95,000
ટોટલ : 24,26,600


બેન્ક થાપણ (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,16,383
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,02,006
પ્રથમ (પુત્ર) : 56,502
ટોટલ : 3,74,891

પાંચ વર્ષ પહેલાની બેન્ક થાપણ (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,13,757
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,65,313
જાહનવી (પુત્રી) : 70,660
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 4,49,730


બચત યોજના રોકાણ (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 50,500
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 50,500

પાંચ વર્ષ પહેલાની બચત યોજનામાં રોકાણ (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,18,932
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 4,75,489
જાહનવી (પુત્રી) : 5,14,518
પ્રથમ (પુત્ર) : 7,71,437
ટોટલ : 22,80,376

- text


અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,35,46,521
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 26,44,801
પ્રથમ (પુત્ર) : 6,20,000
ટોટલ : 1,68,11,322

પાંચ વર્ષ પહેલા અન્યને આપેલ લોન, રોકાણ (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 23,27,393
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ
જાહનવી (પુત્રી) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 23,27,393


કાર, વાહન (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : ટોયોટા ફોર્ચ્યુનર 16,47,400
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : ફોર્ડ એન્ડેવર 38,76,158
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 55,23,558

પાંચ વર્ષ પહેલા કાર, વાહન (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : મારુતિ ઝેન -1.10 લાખ
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : નીલ જાહનવી (પુત્રી) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 1,10,000


સોનું (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 18,84,400 ( 35 ગ્રામ)
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 24,29,450( 400 ગ્રામ)
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 43,13,850 (435 ગ્રામ)

પાંચ વર્ષ પહેલા સોનું (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,01,062 ( 35 ગ્રામ)
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 11,35,000 ( 400 ગ્રામ)
જાહનવી (પુત્રી) : 3,92,058 (140 ગ્રામ)
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 16,28,120 (575 ગ્રામ)


જંગમ મિલકતનું કુલ મૂલ્ય (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,90,75,472
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 94,26,915
પ્રથમ (પુત્ર) : 11,61,003
ટોટલ : 2,96,63,390

પાંચ વર્ષ પહેલા જંગમ મિલકતનું મૂલ્ય (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 98,09,615
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 52,23,195
જાહનવી (પુત્રી) : 12,27,236
પ્રથમ (પુત્ર) : 9,66,437
ટોટલ : 1,72,26,483


સ્થાવર મિલ્કત (ખેતી, બિન ખેતી, જમીન, મકાન) (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 5,51,44,642
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 75,50,000
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 6,26,94,642

પાંચ વર્ષ પહેલા ખેતી, બિન ખેતી, જમીન, મકાન (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 4,30,59,642
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 50,50,000
જાહનવી (પુત્રી) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 4,81,09,642


ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,79,12,079
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 1,36,54,500
પ્રથમ (પુત્ર) : 17,20,000
ટોટલ : 3,32,86,579

પાંચ વર્ષ પહેલા ચૂકવવાના બાકી દેવા અને લોન (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 1,03,62,407
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 10,00,000
જાહનવી (પુત્રી) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 1,13,62,407


ધંધામાં રોકાણ (વર્ષ-2022)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 99,65,157
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 2,10,26,429
પ્રથમ (પુત્ર) : 14,66,700
ટોટલ : 3,24,58,286

પાંચ વર્ષ પહેલા ધંધામાં રોકાણ (વર્ષ-2017)
કાંતિલાલ અમૃતિયા (પોતે) : 69,63,738
જ્યોત્સનાબેન અમૃતિયા (પત્ની) : 19,84,370
જાહનવી (પુત્રી) : નીલ
પ્રથમ (પુત્ર) : નીલ
ટોટલ : 89,48,108


- text