કાનાભાઈએ કહ્યું…”અત્યારે બે જ પ્રખ્યાત છે..કમો અને કાનો..”

- text


ફોર્મ ભરવા જતા પેહલા કાંતિલાલે કમાને યાદ કરી જ્યાં પણ લોકોને સેવા માટે જરૂર પડે ત્યારે ખડેપગ રહેવાની તત્પરતા દર્શાવી

મોરબી : મોરબીમાં પુલ દુર્ઘટના વખતે નદીમાં પડીને રાહત અને બચાવની કામગીરી કરનાર પૂર્વ ધારાસભ્ય કતીલાલ અમૃતિયાની માનવ સેવા અને લોકપ્રિયતાની નોંધ લઈને ભાજપે ફરી ટીકીટ આપતા આજે મોટા સમર્થક સમુદાય સાથે રેલી કાઢીને તેઓએ નામાંકન પત્ર ભરવા નીકળ્યા હતા. રાજકીય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં લોકો સાથે કાંતિલાલે ફોર્મ ભરવા જતા પેહલા તેમના નિવાસ સ્થાને કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે અત્યારે બે જ પ્રખ્યાત છે..કમો અને કાનો..

- text

કીર્તિદાનના ડાયરામાં જમાવટ કરીને રાતોરાત સેલિબ્રિટી બની ગયેલા કમાને યાદ કરીને કહ્યું હતું કે કમાની જેમ કાનો પણ દરેક ઘરે પ્રખ્યાત છે. કાનાભાઈએ નરેન્દ્ર મોદીએ તેમને જે જવાબદારી સોંપી છે તે પુરી નિષ્ઠાથી નિભાવશે તેવું જણાવી કાનાની આખા જિલ્લામાં જ્યાં પણ જરૂર હોય ત્યારે સેવા માટે કાનો તરત દોડીને જશે તેવી ખાતરી આપી હતી. બેબાક કાંતિલાલે કાર્યકરોની હાજરીમાં હસતા હસતા હળવી શેલીમાં કમા અને પોતાની લોકપ્રિયતાને રજૂ કરી સૌને હસાવ્યા પણ હતા.

- text