ઝુલતા પુલ કેસમાં આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી ડીસ્ટ્રિક્ટ કોર્ટે પણ નામંજૂર કરી

- text


ફેબ્રિકેશનનું કામ કરનાર એક આરોપીએ જામીન અરજી મૂકી : સોમવારે સુનવણી

તપાસમાં કોઈ અપડેટ નથી : પોલીસે મૌન સેવ્યું

મોરબી : મોરબી ઝૂલતા પુલ કેસમાં પોલીસ તપાસમાં કોઈ ખાસ મહત્વની વિગતો બહાર નથી આવી. અને પોલીસ પણ હાલમાં આ કેસમાં કોઈ અપડેટ નથી હશે તો જણાવશું તેવું કહી મૌન સેવી લીધું છે. આ કેસમાં હજુ મુખ્ય આરોપીઓના કોઈના નામ ખુલ્યા નથી. ત્યારે મોરબી પોલીસે આ કેસમાં કરેલી આરોપીઓની ફર્ધર રિમાન્ડ અરજી પણ ડીસ્ટ્રિક્ટ કોર્ટે નામંજૂર કરી દીધી છે. જ્યારે આ કેસમાં આજે જેલમાં રેહલા અને પુલ રીનોવેશન કરનાર ધાંગધ્રાના કોન્ટ્રાકટર પ્રકાશ રાઠોડે જામીન અરજી મૂકી છે. જેની સુનવણી સોમવારે થશે.

- text

ઝુલતા પુલ કેસની તપાસને લઈને પેહલેથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ અત્યાર સુધીમાં માત્ર આ કેસના દસ્તાવેજી કાગળો કબ્જે કર્યાનું જ માત્ર જાહેર કર્યું છે. આ કેસમાં FSL, ટેકનિકલ ટીમ, વગેરેએ આપેલા રિપોર્ટમાં શું આવ્યું તેવી કોઈ માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. તેમજ આ ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ દ્વારા હજુ પણ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. જેથી 135 નિર્દોષ લોકોના મોતની દુર્ઘટનામાં પોલીસ તપાસ અને ઓરેવા કંપની સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

- text