ચૂંટણીને લઈ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

- text


વાંકાનેરઃ રાજ્યભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ત્યારે ચૂંટણીના આ માહોલમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

વાંકાનેર તાલુકામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે પોલીસે કમર કસી લીધી છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વી.આર.સોનારા અને પોલીસ સ્ટાફ દ્વારા વાંકાનેરના ગામડાઓમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

- text

- text