હળવદ જીઆઇડીસી વિસ્તારમાં જીઓ નેટવર્કના ધાંધિયા : મોબાઈલ ધારકો પરેશાન

- text


અનેક જીયોના ગ્રાહકોએ એમએનપી કરાવ્યું : છેલ્લા એક મહિનાથી નેટવર્કની પરેશાની

હળવદ : હળવદ જીઆઇડીસી વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી જીઓ નેટવર્કના કારણે મોબાઈલ ધારકો પરેશાન થઈ રહ્યા છે. અહીં જીઓનું નેટવર્ક સંપૂર્ણપણે ઠપ્પ થઈ જતા ફોન કરવા પણ ગ્રાહકોને હળવદ શહેર સુધી આવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે અહીં જીઓનો ટાવર કાર્યરત હતો પરંતુ કોઈ કારણોસર બંધ થતા વર્ષ આખાનું બેલેન્સ કરાવનાર મોબાઈલ ધારકો મુશ્કેલીમાં મુકાયા છે.

- text

ફાઇવ જી ની વાતો વચ્ચે ટુજી કરતા પણ ઓછી સ્પીડ હળવદ શહેરના જીઆઇડીસી વિસ્તારમાં જીઓના ગ્રાહકો વાપરી રહ્યા છે અહીં છેલ્લા એકાદ મહિનાથી જીઓ નેટવર્કના ધાંધિયાના કારણે 1000 થી વધુ મોબાઈલ ધારકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ અનેક મોબાઈલ ધારો કોઈએ સીમ અન્ય કંપનીમાં પણ ચેન્જ કરી નાખ્યું હોવાનું પણ જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ જે જીઓના ગ્રાહકોએ વર્ષ આખાનું બેલેન્સ કરાવ્યું હોય તેઓને ન છૂટકે જીઓનુ સિમ કાર્ડ વાપરવા મજબૂર બન્યા છે.

બીજી તરફ અહીના જાગૃત યુવાનો જો કંપનીમાં ફરિયાદ કરે તો હા થઈ જશે માત્ર એ જ કહેવામાં આવે છે પરંતુ એક મહિનાથી વધુ સમય થયો તેમ છતાં પણ આ સમસ્યામાંથી ગ્રાહકોને છુટકારો આવ્યો નથી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જીઆઇડીસી વિસ્તારમાં ક્યારે જીઓના નેટવર્કના ધાંધિયા બંધ થાય છે.

- text