પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય, હું ભાજપના વિજય માટે પૂરી તાકાતથી કામ કરીશ : બ્રિજેશ મેરજા

- text


હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીને મોરબી જિલ્લાની તમામ બેઠકો જીતવા કામ કરીશ : પૂર્વ રાજયમંત્રી

મોરબી : મોરબી બેઠક પર પ્રબળ દાવેદાર ગણાતા અને ભાજપ સરકારમાં સારા અને કાર્યદક્ષ મંત્રી તરીકે ઉપસી આવેલા બ્રિજેશ મેરજાને ભાજપે ટિકિટ આપવાના બદલે જૂના જોગી કાંતિલાલ અમૃતિયાને ટિકિટ આપી છે. આ બાબતે બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે ભાજપના મોવડી મંડળે જે નિર્ણય કર્યો છે તે શિરોમાન્ય છે. હું ભાજપના વિજય માટે પૂરી તાકાતથી કામ કરીશ.

મેરજાએ વધુમાં જણાવ્યું હતું કે હું મોરબી જિલ્લાની તમામ બેઠકો પર જાહેર થયેલા અમારા ભાજપના ઉમેદવારોને અભિનંદન પાઠવું છું. અને મોરબી, વાંકાનેર, ટંકારા તેમજ હળવદ બેઠક પર અમારા ઉમેદવારો જંગી લીડથી વિજય બને અને ચારેય બેઠકો પર કેસરિયો લેહરાય તે માટે હું પૂરી તાકાત સાથે કામ કરીશ. તેમજ આવતીકાલે મોરબી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કાંતિલાલ અમૃતિયા ફોર્મ ભરવાના છે ત્યારે અમે સૌ આગેવાનો પણ ઉપસ્થિત રહીશું. બ્રિજેશ મેરજા વધુ જણાવ્યું હતું કે હું ભાજપમાં જ છું અને ભાજપમાં જ રહીને નરેન્દ્ર મોદીજીની ટીમ તરીકે કામ કરવાના છીએ. સાથે તેઓએ મોરબી જિલ્લાની તમામ બેઠકો સહિત ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું.

- text

અત્રે ઉલીખનીય છે કે બ્રિજેશ મેરજા 2017માં મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલને હરાવી કોંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. બાદમાં 2020માં તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા એન પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી કરી ફરીથી ધારાસભ્ય બન્યા અને ભાજપ સરકારમાં નવા મંત્રી મંડળમાં રાજ્યકક્ષાના પંચાયત મંત્રી બન્યા. બ્રિજેશ મેરજાની સ્વચ્છ છબી અને સરકારી કામો કરવાની કુશળતા અને કાર્યદક્ષતાને લઈને ભાજપ મોવડી મંડળમાં તેમની એક સારી છબી બની હતી. અને ભાજપ તેમને મોરબી બેઠક પરથી ફરીથી મેદાને ઉતારે તેવી પૂરી શક્યતા હતી. પરંતુ ભાજપે તેમની જગ્યાએ જૂના જોગી કાંતિલાલને ટિકિટ ફાળવી હતી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ મેરજાને વિશ્વાસમાં લઈને જ ભાજપે કાંતિલાલને તક આપી છે.

- text