હળવદ – ધ્રાંગધ્રા બેઠક ઉપર ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાની ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી

- text


મોરબી : વિધાનસભા ચૂંટણી 2022મા ભારતીય જનતા પાર્ટી 60 પ્લસ અને નો-રિપીટ થિયરી વચ્ચે નવા જ ચહેરાઓ મેદાનમાં ઉતારવા નવી સ્ટેટેજી બનાવી છે અને ગત મોડીરાત્રી સુધી ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ન હતી બલ્કે પસંદ થયેલા ઉમેદવારોને તમે પસંદ થયા છો તેવા રાત્રે જ ફોન આવી ગયા હતા. જે અન્વયે ભાજપે હળવદ -ધ્રાંગધ્રા બેઠક ઉપરથી મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરા ફાઇનલ થયા છે. જો કે આ અગાઉ જ મોરબી અપડેટ દ્વારા આ બેઠક ઉપર પ્રકાશભાઈને ટિકિટ મળી રહી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો જે શબ્દસ: સાચો ઠર્યો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો માટે ટકોરાબંધ ઉમેદવારો શોધવા ભારતીય જનતા પાર્ટી દ્વારા લાંબા સમયથી કવાયત બાદ ગઈકાલે વડાપ્રધાન મોદીની હાજરીમાં પાર્ટી આખરી લિસ્ટ બન્યું હતું જેમાં અનેક નવા ચહેરાઓને તક આપવા પાર્ટીએ રણનીતિ બનાવી હોવાના સાફ-સાફ સંકેતો વચ્ચે આ વખતે સ્વચ્છ પ્રતિભાની સાથે સુશિક્ષિત અને સર્વમાન્ય ચહેરાને તક આપવાની નીતિ અન્વયે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઈએ એટલે કે 218 જેટલી જીઆઇડીસી સહિતના 2.5 લાખ ઉદ્યોગ સમૂહનું પ્રતિનિધત્વ કરતા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રેસિડેન્ટ, સરદારધામના ઉપ પ્રમુખ તેમજ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને વઢવાણ ઇન્ડ એસોશિએશન સહીત અનેક સંસ્થામાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા પ્રકાશ વરમોરાને ટિકિટ આપવામાં આવી છે.

- text

અગ્રણી ઉદ્યોગપતિ અને એફઆઇએ પ્રેસિડેન્ટ ઉપરાંત પ્રદેશ ભાજપમાં ઉદ્યોગ સેલના કન્વીનર તરીકેની જવાબદારી સંભાળતા પ્રકાશ વરમોરાને પાર્ટી દ્વારા હળવદ – ધ્રાંગધ્રા બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પ્રકાશભાઈને ગત મોડી રાત્રે જ દિલ્હીથી ફોન ઉપર સૂચના મળી જતા આજે તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરવા પહોંચી ગયાનું તેઓએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબી અપડેટ અગાઉ જ પ્રકાશભાઈ વરમોરાને ટિકિટ મળે તેવી શકયતા વ્યક્ત કરી હતી જે આજે સાચી પડી છે. પ્રકાશભાઈ વરમોરાએ છેલ્લા પાંચ વર્ષથી પોતાના ધંધામાંથી નિવૃત્તિ લઈને પૂર્ણ કાલીન જીવન જન સેવા માટે સમર્પિત કર્યું છે. મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં રહેણાંક ધરાવતા પ્રકાશ વરમોરા રાજ્યના અગ્રણી ઉધોગપતિ અગ્રણી ધાર્મિક સંસ્થા, અગ્રણી સામાજિક સંસ્થામાં મોટા પાયે દાન અને સેવા આપી ને એક અલગ જ નામના મેળવી છે.રાજ્યના અગ્રણી અધિકારીઓ સાથે એમની આત્મીયતા છે. વિશ્વનો પ્રવાસ કરી વાંચન, ચિત્તન અને મનન દ્વારા દીર્ઘદ્રષ્ટિ કેળવેલ છે.વડાપ્રધાન મોદીના વિઝનને ચરિતાર્થ કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે ત્યારે તેઓની પસંદગી થતા હળવદ બેઠક ઉપર નવા જ સમીકરણો રચાયા છે.

- text