ઝુલતા પુલ કેસમાં મોરબી કલેકટર અને પાલિકા કચેરીમાંથી જરૂરી કાગળો મેળવતી પોલીસ

- text


 

હાલ ઝૂલતા પુલના 2007માં ઓરેવા કંપની સાથે થયેલા કરારો મેળવવા રાજકોટ કલેકટર કચેરીથી કાગળો મેળવવાની તજવીજ શરૂ કરતી પોલીસ

મોરબી : મોરબી ઝૂલતા પુલ તૂટવાની ગોઝારી દુર્ઘટના કેસમાં પોલીસ તંત્ર તપાસ અંગે કોઈ ખાસ ફોડ પાડી રહ્યું નથી. માત્ર કલેકટર કચેરી પાસે જરૂરી કાગળો માંગ્યાનું રટણ કરી રહ્યું છે. ગઈ કાલ સુધી કલેકટર કચેરી ઝૂલતા પુલ કેસમાં જરૂરી પત્રવ્યવહાર કે આદેશો, સૂચનાના કોઈ કાગળો આપ્યા ન હોવાનું પોલીસ જણાવી રહી હતી. પરંતુ આજે આ બાબતે નવ નિયુક્ત મોરબી જિલ્લા કલેકટરે ફોનમાં જણાવ્યું હતું કે અમે પોલીસને જરૂરી કાગળો અને માહિતી આપી દીધી છે.

- text

જ્યારે મોરબી જિલ્લા કલેકટર જી. ટી.પંડ્યાને પૂછવામાં આવ્યું કે કલેકટર કચેરી તરફથી પોલીસને શું કાગળો અને વિગતો આપવામાં આવી છે તે બાબતે તેઓએ કહ્યું હતું આ બાબતે પોલીસને પૂછો આ વિગતો અમે ના આપી શકીએ. જ્યારે ઝૂલતા પુલ કેસ અંગે મોરબી જિલ્લા પોલીસના મીડિયા કોઓર્ડીનેટર પીઆઈ કે.જે. ચૌહાણે જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ દ્વારા વિવિધ સરકારી કચેરીઓમાંથી જરૂરી દસ્તાવેજ, કરાર વગેરે ડોક્યુમેન્ટ મેળવવા તજવીજ ચાલુ છે. મોરબી નગર પાલિકા અને કલેકટર કચેરી પાસેથી આ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. અને 2007માં આ પુલનો પ્રથમ કરાર થયો ત્યારે મોરબી રાજકોટ જિલ્લામાં આવતું હોવાથી રાજકોટ કલેકટર કચેરી પાસેથી ડોક્યુમેન્ટ મેળવવા તજવીજ ચાલી રહી છે. હજુ રાજકોટ કલેકટર કચેરીએ કોઈ કાગળો મેળવવામાં આવ્યા નથી. જ્યારે તેઓએ પણ મોરબી નગર પાલિકા, મોરબી કલેકટર કચેરી પાસેથી શું શું ડોક્યુમેન્ટ મેળવ્યા તે માહિતી તપાસ ચાલુ હોવાથી ના આપી શકાય તેવું જણાવ્યું હતું.

 

- text