ભાજપ : ટંકારા-પડધરી બેઠક ઉપર દુર્લભજીભાઈ દેથરીયાનું નામ ફાઇનલ

- text


મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ એવા દુર્લભજીભાઈને રાત્રે જ ફોન આવી ગયાનું જણાવતા સૂત્રો

મોરબી : મોરબી જિલ્લાના ભાજપનો ગઢ ગણાતી ટંકારા બેઠક 2017મા ગુમાવ્યા બાદ ફરી આ ગઢ અકબંધ રાખવા ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી ઉમેદવારોની પસંદગી સમિતિની બેઠકમાં 66 – ટંકારા પડધરી બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જોકે સત્તાવાર જાહેરાત હવે કરવામાં આવશે.

66 – ટંકારા – પડધરી બેઠક માટે પસંદ થયેલા દેથરીયા દુર્લભજીભાઇ હરખજીભાઇને ગત મોડીરાત્રે ફોન કોલ આવી ગયો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે. કડવા પટેલ જ્ઞાતિના દુર્લભજીભાઈનો જન્મ મોરબીના લીલાપર ગામે 05 – 10 – 1959ના રોજ થયો છે અને તેઓએ ધોરણ 10 સુધી અભ્યાસ કરી ઉદ્યોગ અને ખેતીનો વ્યવસાય સંભાળ્યો છે.

ભાજપની સ્થાપના થી૧૯૯૦ સુધી સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલ રહેલા દુર્લભજીભાઈએ ૧૯૯૫ થી ૧૯૯૮ સુધી મોરબી તાલુકા ભાજપ કોષાધ્યક્ષ તરીકે ની જવાબદારી સંભાળી ૧૯૯૮ થી ૨૦૦૬ સુધી મોરબી તાલુકા ભાજપ મહામંત્રી તરીકે જવાબદારી સંભાળેલ છે.

- text

વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ સુધી રાજકોટ જીલ્લા ભાજપ કારોબારીના સભ્ય તરીકેની જવાબદારી સાંભળી ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી મોરબી તાલુકા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ૨૦૧૪માં લોકસભાની ચુંટણીમાં ટંકારા-પડધરી વિધાનસભાના ચુંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી સંભાળેલ હતી.

વર્ષ૨૦૧૪ માં ટંકારા-પડધરી વિધાનસભાની પેટાચુંટણીમા પણ તેઓએ ચુંટણી ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળેલ અને સંગઠન પર્વ ૨૦૧૫માં મોરબી જીલ્લા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સંભાળી ૨૦૧૫ થી ૨૦૧૯ મોરબી જીલ્લા ભાજપ કરોબારી સભ્ય તરીકે અને હાલમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે.

- text