હળવદના માથક ગામે પતિના હત્યા કેસમાં તેની પત્ની અને દિયરનો નિર્દોષ છુટકારો

- text


મોરબી : હળવદના માથક ગામની સીમમાં દિયર અને ભાભી વચ્ચે પ્રેમ સંબંધ થતા બન્નેએ મળીને તેમના પતિને મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં દિયર અને ભાભી આ બન્ને આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.

મોરબી જિલ્લાના માથક ગામની સીમમાં એરંડાની વાડીમાં મજૂરી કામ કરતા વડોદરાના વાઘોડિયાના આદિવાસી દક્ષાબેન નામની મહિલા તેમના પતિ ગુજારીયા ઉર્ફે પુરા ચિપાભાઇ તથા તેનો દિયર રોહન હુનિયા નાયક ત્રણેય સાથે મજૂરી કામ કરતા હતા. તેમાં ગુજારીયા દારૂ પીવાની ટેવવાળો હતો. દિયર -ભાભીને પ્રેમ સંબંધ થઈ જતા પતિ તેની પત્ની દક્ષાબેન સાથે અવાર નવાર ઝઘડો કરતો હોય, દિયરે તેની ભાભી સાથે મળી ભાઈ ગુજારીયાને ગળાફાંસો આપી મારી નાખી પુરાવાનો નાશ કરવાના ઇરાદે લાશને એરંડાના ખેતરમાં દાટી દીધાનો ગુનો હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો.

- text

આ કામના બંને આરોપીઓનો કેસ ચાલી જતા મોરબી ડિસ્ટ્રીક જજ પી.સી. જોશી સાહેબની કોર્ટે આરોપી પક્ષની ધારદાર દલીલો અને આરોપી પક્ષે રજૂ કરવામાં આવેલ વિવિધ કાયદાના મુદ્દાઓને લક્ષમાં લઈ બંને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આરોપી તરફે એડવોકેટ પુષ્પાબેન કે ભટ્ટ રોકાયેલ હતા.

- text