મોરબી-માળિયા બેઠક માટે આજે 12 વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા

- text


મોરબી : મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં આજે 12 વ્યક્તિઓએ ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા હતા. જેમાં કોંગ્રેસ અને બસપાનાં નામે પણ એક-એક વ્યક્તિએ ફોર્મ ઉપાડ્યા છે.

મોરબી- માળિયા વિધાનસભા બેઠકમાં આજે અપક્ષ ઉમેદવારી માટે આજે આપાભાઈ કાળુભાઇ કુંભરવાડિયા, ભંખોડિયા વિશાલ રસિકભાઈ, વસંતલાલ દામજીભાઈ પરમાર, જયેશ વસંતભાઈ પરમાર, સોનગ્રા કલ્પેશભાઈ જગદીશભાઈ, અશ્વિનભાઈ હરિભાઈ ટૂંડીયા, ફારૂક અબ્દુલભાઈ જામ, અનિલભાઈ મોહનભાઇ ચાવડા, ફાંગલીયા જલાભાઈ દેવશીભાઈ, યશવંતસિંહ ભવાનીસિંહ જાડેજાએ ફોર્મ ઉપાડ્યું છે.

- text

જ્યારે બસપાના નામે કાસમભાઈ હાજીભાઈ સુમરા અને કોંગ્રેસના નામે દેવેન્દ્રસિંહ રાજભા જાડેજાએ પણ ફોર્મ ઉપાડ્યું છે.

 

- text