ઝૂલતા પુલ દુર્ઘટના : મોરબીની આસપાસની હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવા સરકારનો આદેશ

- text


રાજકોટ સિવિલમાં અલગ વોર્ડ ઉભો કરી 10 તબીબોની ટિમ બનાવવાની તૈયારીઓ શરૂ

મોરબી : મોરબીમાં ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે મોરબીની આસપાસની તમામ હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવાનો આદેશ જારી કર્યો છે. ખાસ રાજકોટની હોસ્પિટલમાં પણ આ અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મોરબીમાં આજે સાંજના સમયે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ છે. જેને કારણે અંદાજે 50 જેટલા લોકોના નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ દુર્ઘટનામાં હજુ પણ અનેક લોકો નદીમાં છે. તેઓ માટે બચાવ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ઇજાગ્રસ્તોની તાકીદે સારવાર થાય તે માટે મોરબીની આસપાસની હોસ્પિટલોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપ્યો છે.

બીજી તરફ દુર્ઘટના મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વોર્ડ ઊભા કરવાની તૈયારી કરાઈ છે. 10 જેટલા તબીબોની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસર અને પેરા મેડિકલ તબીબોની ટીમ મોરબી આવવા માટે રવાના થઈ છે.

- text

- text