14 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો 

- text


તરુણીને હવસનો શિકાર બનાવનાર આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર 

મોરબી : માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 14 વર્ષની પુત્રીને ત્યાં જ વાડીમાં કામ કરતા ઢગાએ હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ખેતમજૂરી કરતી આ બાળાને ઘરે મુકવાના બહાને લઈ જઈ રસ્તામાં નરાધને તેણી પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

- text

પોલીસે જાહેર કરેલી વિગત મુજબ આરોપી ભરતભાઇ નારણભાઈ સુરાણી (ઉ.49)એ જીરું વાવવા માટે ભાગમાં ખેતર રાખ્યું હોય પણ ખેતમજૂરી માટે શ્રમિકની જરૂર પડતા તેણે ગત તા.21 ઓક્ટોબરના રોજ બહારના પરિવારની એક 14 વર્ષની દીકરીને તેના ઘરેથી ખેતરે ખેતમજૂરી કરવા લઈ ગયો હતો. આ સગીરાએ આખો દિવસ ખેતરમાં મજૂરી કામ કર્યા બાદ આરોપીને ઘરે જવાનું કહેતા આરોપી એવા ઢગાએ પુત્રી જેવડી ઉમરની આ 14 વર્ષની દીકરી પર નજર બગાડી તેણીની એકલતાનો લાભ લઇ હવસનો શિકાર બનાવી હતી. હવસ સંતોષી લીધા બાદ આ નરાધમે સગીરાને આ વાતની કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપીને તેણીને ઘરે મૂકી આવ્યો હતો. પણ સગીરાએ હિંમત કરીને પોતાના ઉપર દુષ્કર્મ કર્યું હોવાની તેના મામાને જાણ કરતા મામાએ તુરત જ માળીયા પોલીસના ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ ફિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

- text