મોરબીમાં નવડી હોટ ફેવરિટ ! ટુ – વ્હીલરમાં GJ – 36 – AG સિરીઝમાં 9 નંબર 1.63 લાખ ઉપજ્યાં

- text


મનપસંદ નંબર માટેની બોલીમાં મોરબીના શોખીનોએ 3500 રૂપિયાથી લઈ 1.63 લાખની બોલી લગાવી, 500થી વધુ નંબર હરરાજીમાં ગયા

મોરબી : સિરામીક સીટી મોરબીમાં વાહનોમાં એક્કો, સત્તો, નવો, પંજો, ત્રણ નવ્વા, નવડી જેવા નંબર મેળવવાનો ક્રેઝ ખુબ જ ઉંચો છે ત્યારે મોરબી આરટીઓ દ્વારા ટુ – વ્હીલર વાહનો માટે GJ – 36 – AG સિરીઝમાં ટેન્ડર આમંત્રિત કરવામાં આવતા 9 નંબર 1.63 લાખ ઉપજ્યાં હતા. આ નવી સિરીઝમાં કુલ 500 જેટલા નંબર માટે નંબર શોખીનોએ બોલી લગાવતા મોરબી આરટીઓને વધારાની લાખો રૂપિયાની આવક થવા પામી હતી.

મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ પ્રજાપતિના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં ટુ – વ્હીલર વાહનો માટે GJ – 36 – AG સિરીઝમાં ટેન્ડર આમંત્રિત કરવામાં આવતા મનપસંદ નંબર મેળવવા માટે કુલ 500 જેટલા વાહનધારકોએ ઓક્શન એટલે કે હરરાજીમાં ભાગ લઈ રૂપિયા 3500 મિનિમમ બોલીથી લઈ રૂપિયા 1.63 લાખ સુધીની ઉંચી બોલી લગાવી પોતાનો મનપસંદ નંબર મેળવ્યો હતો.

- text

વધુમાં GJ – 36 – AG સિરીઝમાં સૌથી ઉંચી બોલી બોલીને 1.63 લાખમાં 0009 નંબર આપવામાં આવ્યો હતો. જયારે 0005 નંબરના 51,000, 0007 નંબરના 45000, 0001 નંબરના 38000, 0002 નંબરના 15,500 અને 0004 નંબરના 13,500 રૂપિયાની ઉંચી બોલી લગાવી સિલેક્ટેડ નંબર તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા.આ ઉપરાંત 3500 થી લઈ 9000 કે તેથી વધુ રકમ ભરી ટુ – વ્હીલર ધારકોએ પસંદગીના નંબર મેળવ્યા હતા.

- text