હડમતીયા પાસે પેપર મીલ કારખાનામાં લેબર ક્વાર્ટર્સમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


ટંકારા :હડમતીયા પાસે પેપર મીલ કારખાનામાં લેબર ક્વાર્ટર્સમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવની ટંકારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના હડમતીયા ગામ પાસે આવેલ રેજોન્સ પેપર મીલ કારખાનામાં લેબર ક્વાર્ટર્સમાં રહીને મજૂરી કામ કરતો મૂળ મધ્યપ્રદેશનો વતની દેવપુરી બસંતપુરી ગોસ્વામી નામના શ્રમિકે કોઈ અગમ્ય કારણોસર આ કારખાનામાં લેબર ક્વાર્ટરમાં છતના લોખંડના હુકમાં દોરી વડે ગળેફાંસો આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું. ટંકારા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

- text

- text