હળવદ ધારાસભ્ય સાબરિયાએ 1.25 કરોડના ખર્ચે નિર્માણાધીન માર્ગનું ખાતમુહૂર્ત કર્યું

- text


નવા ધનાળા થી પ્રતાપગઢને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરાયું : કોયબા એપ્રોચ રોડ તેમજ ઢવાણા થી જીવા ગામને જોડતા રોડને ખુલ્લો મુકાયો

હળવદ : ધાંગધ્રા-હળવદ મત વિસ્તારના ધારાસભ્ય સાબરીયા દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારમાં જુદા જુદા ગામોને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયતના સદસ્ય તેમજ ગામના આગેવાનો અને ભાજપ પક્ષના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા રાજ્ય સરકારમાંથી રોડ રસ્તા મંજૂર કરાવ્યા બાદ બની ગયેલા રોડ રસ્તાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે સાથે જ નવા રોડનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે હળવદ તાલુકાના પ્રતાપગઢ ગામે નવા ધનાળા ટાવરથી પ્રતાપગઢ ગામને જોડતા રૂ.1.25 કરોડના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જ્યારે કોઇબા ગામે રૂપિયા 78 લાખના ખર્ચે બનેલ કોઇબા એપ્રોચ રોડ તેમજ રૂપિયા 90 લાખના ખર્ચે બનેલ ઢવાણાથી જીવા ગામને જોડતા રોડનું ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિહોરાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- text

આતકે જિલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠલાપરા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા,તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ગડેશિયા,હળવદ તાલુકા ભાજપના મહામંત્રી સંજયભાઈ પંચાસરા તેમજ ગામના સરપંચ અને આગેવાનો હાજર રહ્યા હતા.

- text