ટંકારાના વીરપર ગામની સીમમાં ખેતમજૂર દારૂ સાથે ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસે ગઈકાલે બાતમીના આધારે વીરપર ગામની સીમમાં આવેલ વાડીએ દોરડો પાડતા ખેત મજૂર શૈલેષભાઇ મનીયાભાઇ બારીયા (ઉ.વ.૨૮ ધંધો ખેતમજુરી રહે હાલ-વીરપર ગામની સીમ, મૂળ દાહોદ)ને પોતાના ભાગમાં રાખેલ વાડીની ઓરડીમાં બે પ્લમાસ્ટીકના બાચકામાં પરપ્રાંતિય ઇગ્લીશ દારૂની ૭૫૦ એમ.એલ. ૭૫ પ્રુફ ૪૨.૮ ટકા વી.વી.ની લખેલની બોટલો નંગ- ૫૫ કિ.રૂ -૧૬૫૦૦ નું વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા પોલીસે તેને ઝડપી લઈ આગળની તપાસ હાથ ધરી છે.

- text

- text