વંડી ઠેકીને મહિલાનું બાવડું પકડી લેનાર શખ્સને ત્રણ વર્ષની કેદ 

- text


વર્ષ 2019ના કેસમાં નામદાર માળીયા મિયાણા કોર્ટનો ચુકાદો

મોરબી : માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે વર્ષ 2018મા વંડી ઠેકીને મહિલાના ઘરમાં ઘુસી બાવડું પકડી છેડતી કરવાના કેસમાં નામદાર અદાલતે આરોપીને કસુરવાન ઠેરવી ત્રણ વર્ષની કેદ તથા કુલ 9000 રૂપિયા દંડ ફટકાર્યો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો માળીયા મિયાણા તાલુકાના કુંભારીયા ગામે રહેતા રૈયાબેન ભરતભાઇ પંચાસરાના ઘરની વંડી ઠેકીને ઘરમાં ઘુસેલા આરોપી વિક્રમ પ્રેમજીભાઈ પંચાસરાએ મહિલાનું બાવડું પકડી છેડતી કરી હતી અને રૈયાબેને દેકારો કરતા આજુ બાજુમાં રહેતા સગા સંબંધીઓ આવી જતા આરોપી વંડી ઠેકીને નાસી ગયો હતો. જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ આ કેસ નામદાર માળીયા મિયાણાની અદાલતમાં ચાલી જતા તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની નજર સમક્ષ રાખી પ્રિન્સિપાલ જજ એ.કે.સિંઘ સાહેબ દ્વારા આરોપી વિક્રમને આઇપીસી કલમ 452, 354 અને 506 (2)ના ગુન્હામાં કસુરવાન ઠેરવી ત્રણેય કલમો મુજન એક એક વર્ષની કેદ અને ત્રણ ત્રણ હજારનો દંડ ફટકારી ત્રણેય સજા અલગ અલગ ભોગવવા હુકમ કર્યો હતો. આ ચકચારી કેસમાં ફરિયાદ પક્ષે એ.પી.પી. એમ.એલ.પંડયાએ ધારદાર દલીલો કરી હતી.

- text

- text