વાંકાનેરમાં ગૌરવયાત્રાનો રૂટ બદલતા સ્વાગત માટે ઉભેલા લોકોએ “મોહન કુંડારિયા હાય…હાય”ના નારા લગાવ્યા

- text


બહેનો દીકરીઓ કલાકો સુધી બેડા લઈને સ્વાગત માટે ઉભા અને છેલ્લી ઘડીએ રૂટ બદલતા લોકોમાં નારાજગી : જીતુ સોમાણી

વાંકાનેર : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલની આગેવાનીમાં નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા આજે વાંકાનેર પહોંચતાની સાથે આ ગૌરવયાત્રામાં સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. છેલ્લી ઘડીએ વાંકાનેરમાં ગૌરવયાત્રાનો રૂટ બદલાતા લોકોએ સાંસદ પ્રત્યે ઉગ્ર નારેબાજી કરતા ગૌરવ યાત્રામાં સામેલ ભાજપના નેતાઓ આઘાતજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.

મોરબી જિલ્લા ભાજપ અને વાંકાનેર તાલુકા ભાજપ વચ્ચે લાંબા સમયથી મતભેદો ચાલે છે તે જગજાહેર છે ત્યારે આજે ભાજપની ગૌરવ યાત્રા ટંકારા તાલુકામાંથી મોરબી જિલ્લામાં પ્રવેશ્યા બાદ ગૌરવ યાત્રા વાંકાનેરમાં પહોંચી હતી ત્યારે કેન્દ્રિયમંત્રી પિયુષ ગોયલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના ટોચના ભાજપના અગ્રણીઓની હાજરીમાં ગૌરવ યાત્રાનો રૂટ બદલતા સાંસદ મોહન કુંડારિયાનો ખુલ્લેઆમ વિરોધ થયો હતો અને લોકોએ ખુલ્લે આમ મોહનભાઇ કુંડારિયા હાય હાયના નારા લગાવ્યા હતા.

કેન્દ્રિયમંત્રીની હાજરીમાં વાંકાનેરમાં સાંસદ મોહન કુંડારિયા હાય હાયના નારા લગાવી લોકોએ આખી ગૌરવયાત્રાને જ રોકી લેતા ભાજપ આગેવાનો મૂંઝાયા હતા.આ નારેબાજી અગાઉના રાજકીય મનદુઃખ કારણભૂત હોવાની ચર્ચા જાગી છે. સ્થાનિક અને વાંકાનેરના કદાવર નેતા જીતુ સોમાણી અને સંસદ કુંડારિયા વચ્ચે ખુલમખુલા રાજકીય વોર હોવાથી આ નારેબાજી થઈ હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

બીજી તરફ વાંકાનેર ભાજપ અગ્રણી જીતુભાઇ સોમણીએ અગાઉ ગૌરવયાત્રાનો રૂટ નક્કી હોવા છતા સાંસદ મોહનભાઇના ઈશારે રૂટ બદલી નાખતા ગૌરવ યાત્રાના સ્વાગતમાં કલાકોથી રાહ જોઈને ઉભેલ 500 જેટલી દીકરીઓ, 1000 જેટલી બહેનો અને 1500 જેટલા પુરુષો નારાજ થયા હોવાથી લોકોએ સાંસદ સામે વિરોધ કર્યો હોવાનું જણાવ્યું હતું.

- text

 


- text