મોરબીમાં બેંકે મૃતકના પરિવારને અકસ્માત વિમાનો રૂ.5 લાખનો ચેક અર્પણ કર્યો

- text


મોરબીઃ સહકારી ક્ષેત્રમાં અગ્રીમતા ધરાવતી ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક લિમિટેડની મોરબી શાખા દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરતાં પરિવાજનોએ બેંકનો આભાર વ્યક્ત કર્યો છે.

ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડની મોરબી શાખાના બચત ખાતા ધારક ચિરાગ અનિલભાઈ ઓરિયાનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ વાતની જાણ મોરબી શાખાની બેંકના મિલનભાઈ શેરસિયાને થતાં તેમણે તુરંત જ મૃતક ચિરાગભાઈના પરિવારનો સંપર્ક કર્યો હતો અને અકસ્માત વિમા પોલીસી વિશે માહિતી આપીને જરૂરી તમામ ક્લેઈમની પ્રોસેસમાં મદદ કરી હતી અને અકસ્માત વિમાની 5 લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતા અનિલભાઈ ઓરિયાને અર્પણ કર્યો હતો.

- text

મહત્વનું છે કે ધી મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આ પોલિસી કોઈપણ જાતના પ્રિમિયમ લીધા વિના બેંક ખાતાધારકોના પહેલા નામમાં રહેલા વ્યક્તિના આકસ્મિક મૃત્યુ વીમો કવર કરે છે. આ કિસ્સામાં વિમાની રકમ ઝડપથી મળી જતાં અનિલભાઈ ઓરિયાએ મોરબી શાખાના મેનેજર જોષીભાઈ અને સમગ્ર સ્ટાફનો અને વિમા કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી શાખાની આ વિમા યોજનામાં વધુ લોકો જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

- text