વાંકાનેર હાઇવે પર ૯૪ વિદેશી દારૂની બોટલો ભરેલી સ્વીફટ કાર ઝડપાઇ

- text


પોલીસે બાતમીના આધારે કાર ઉભી રાખવાનો પ્રયાસ કરતા બુટલેગર કાર મૂકીને પલાયન થઈ ગયો

વાંકાનેર :મોરબી એલસીબીની ટીમે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી મારૂતી સ્વીફટ કારમાંથી વિદેશીદારૂની બોટલો નંગ-૯૪ સહીત કુલ કી.રૂ. ૨,૦૬,૭૨૫નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે,પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કાર ઉભી રાખવાનો પ્રયાસ કરતા બુટલેગર કાર મૂકીને પલાયન થઈ ગયો હતો.

- text

મોરબી એલસીબી સ્ટાફના HC સુરેશભાઇ હુંબલ તથા PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સંયુકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, પ્રવીણભાઇ શીવાભાઇ જોગરાદીયા (રહે. ગુંદાળા તાજસદણ જી.રાજકોટ) વાળો પોતાની સ્વીફટ કાર નં-GJ-03-CE-2280 માં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરી વાંકાનેરથી મોરબી તરફ ડીલીવરી આપવા આવનાર છે જે આધારે મોરબી- વાંકાનેર હાઇવેરોડ ઉપર નિર્મળ જયોત પેટ્રોલપંપ સામે હકિકત વાળી ગાડીની વોચ કરતા ગાડી રોકાવવા પ્રયત્ન કરતા ગાડી સર્વિસ રોડ ઉપર ઉભી રાખી કાર ચાલક દારૂનો જથ્થો ભરેલ ગાડી મુકી નાસી ભાગી ગયેલ હોય જે મારૂતી સ્વીફટ કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૯૪ કી.રૂ. ૪૫,૮૨૫ તથા સ્વીફટ કાર કી.રૂ. ૧,૫૦,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨,૦૬,૭૨૫ નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text