મોરબીમાં 30.60 લાખના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

- text


પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં એલસીબીનો સફળ દરોડો

મોરબી : મોરબી એલસીબીમા નવ નિયુક્ત ઇન્ચાર્જ પીઆઈએ ચાર્જ સંભાળતા વેંત જ સપાટો બોલાવી દઈ પીપળી રોડ ઉપર બેલા ગામની સીમમાં ગોડાઉનમાં સંગ્રહવામાં આવેલ રૂપિયા 30.60 લાખના દારૂ સહિત કુલ 36.57 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી લઈ કુલ પાંચ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજન ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સબ.ઇન્સ. એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન HC સુરેશભાઇ હબલ પૃથ્વીસિંહ જાડેજા PC નંદલાલ વરમોરા, વિક્રમભાઇ ફુગસીયાને સંયુકત્માં મળેલ ખાનગી હકિકત આધારે પીપળી રોડ ઉપર આવેલ હોટલ લોર્ડસ ઇકોઇનની પાછળ આવેલ યુનિર્વસલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ જેઠાભાઇ કરમશીભાઇ નકુમ રહે. મોરબી વાળાના ગોડાઉનમાં મુકેશ પીરારામ બિશ્નોઇ રહે સરણાઉ તા.સાચીર જિ. જાલોર રાજસ્થાન તથા સાહીદ ઉમરભાઇ ચાનીયા રહે. મોરબી વાળો તેના મળતીયા સાથે મોટા પ્રમાણ ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પરપ્રાંતમાંથી આયાત કરી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે તેવી ચોકકસ હકિકત મળતા જ એલસીબીની ટીમ આ ગોડાઉનમાં ત્રાટકી હતી.

એલસીબીએ આ ગોડાઉનમાંથી મેગ્ડોવેલ્સ નં.-૦૧ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ-૫૧૭૨ કિ.રૂ ૧૯,૩,૫૦૦, રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ ૧૮૬૦ કિ.રૂ. ૯,૬૭,૨૦૦, રોયલ સ્ટંગ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની બોટલ નંગ- ૩૮૪ કિ.રૂ. ૧,૫૩,૬૦૦, બોલેરો-૦૧, મો.સા. નંગ-૦૨ તથા મોબાઇલફોન નંગ-૦૫ મળી કુલ કિ.રૂ. ૩૬,૫૭,૮૦૦ નો મુદામાલ સાથે આરોપીઓ સાહીદ ઉર્ફે ચકો ઉંમરભાઇ ચાનીયા (રહે શિવ સોસાયટી, સાયન્ટીફીક રોડ,મોરબી) ઇમરાનભાઇ ઉંમરભાઇ ચાનીયા (રહે વજેપર-૦૧,મેઇનરોડ, મોરબી), રેનીશ ઉર્ફે રઇશ ભાણો ફિરોજભાઇ અંદાની (રહે. કાલીકાપ્લોટ, શેરીન.-૦૨) યુનુંશ અલીભઇ પલેજા (રહે સરકારી કર્મચારી સોસાયટી,શોભેશ્વરરોડ, મોરબી-૦૨)ને ઝડપી લીધા હતા. જ્યારે દારૂ મોકલનાર મુકેશ પીરારામ બિશ્નોઇ (રહે. દાંતા (સરણા) તા. સાંચૌર જિ, જાલોર રાજસ્થાન)ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text