વેકેશનનો સદુપયોગ થશે : રિયલ ક્રિકેટ એકેડમિમાં 17મીથી ખાસ વિન્ટર કેમ્પ, એડમિશન શરૂ

 

  • 26 દિવસનો કેમ્પ, સાંજે 4થી 6નો સમય : ક્રિકેટની તમામ પ્રકારની ટ્રેનિંગ અપાશે : વેકેશનનો સદુપયોગ કરવાની શ્રેષ્ઠ તક
  • અનુભવી કોચ દ્વારા અપાશે શ્રેષ્ઠ ટ્રેનિંગ : જેમના વાલી આર્મીમાં ફરજ બજાવતા હશે તેવા બાળકોને નિઃશુલ્ક પ્રવેશ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સૌપ્રથમ અને સૌરાષ્ટ્રની સૌથી મોટી અત્યાધુનિક સગવડતા ધરાવતી રિયલ ક્રિકેટ એકેડમીમાં ખાસ વેકેશનને ધ્યાને લઈને વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા.17 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. તો આજે જ સંપર્ક કરો.

મોરબીમાં રાધેકૃષ્ણ ફાર્મ પાસે એસપી રોડ ઉપર આઇકોન રેસિડેન્સીની આગળ 11.5 વીઘા જેવા વિશાળ એરિયામાં રિયલ ક્રિકેટ એકેડમી શરૂ થઈ છે. વેકેશનને ધ્યાનમાં રાખી અહીં પ્લેયર્સ માટે 26 દિવસના વિન્ટર કેમ્પનું આયોજન કરેલ છે. જેમાં પ્લેયર્સ માટે બેઝિક ક્રિકેટ ટ્રેનિંગ, બોલર્સ માટેની બોલિંગ સ્પીડ, લોંગેસ્ટ સિક્સ અને સીઝન બોલથી મેચ રમવાનો અનુભવ મળશે.

આ કેમ્પ 17 ઓક્ટોબરથી 11 નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેનો સમય બપોરે 4 થી 6 સુધીનો રહેશે. અહીં જુનિયર અને સિનિયર્સ ઘણા બધા પ્લેયર્સ રેગ્યુલર ટ્રેનિંગ લઈ રહ્યા છે. જે ભવિષ્યમાં મોરબીમાંથી વિશ્વ લેવલે ડંકો વગાડવા સજ્જ થશે. રિયલ ક્રિકેટ એકેડમી જે પ્લેયર્સના મમ્મી કે પપ્પા આર્મીમાં ફરજ બજાવતા હશે તો તેને તદ્દન ફ્રીમાં કોચિંગ આપી ” we believe in talent not money”નું સૂત્ર સાર્થક કરશે.

મોરબીમાં સીઝન ક્રિકેટની શરૂઆત કરનાર વિશાલભાઈ ભીમાણી અને એમની સમગ્ર ટીમ દ્વારા સતત નવા પ્રયાસથી અનેક પ્લેયર્સ આજે ક્રિકેટ ક્ષેત્રે સારું સ્થાન મેળવ્યું છે. જેનો મોરબી જિલ્લો સાક્ષી રહ્યો છે. અંતમાં કેમ્પમાં પ્રવેશ મેળવતા પહેલા રિયલ ક્રિકેટ એકેડમીની રૂબરૂ મુલાકાત જરૂર લ્યો.

વિશાલભાઈ ભીમાણી
મો.નં. 9099874002
કેતનભાઇ દલસાણીયા
મો.નં. 99983 13885



રાજસ્થાનના રણજી પ્લેયર વીરેન્દ્ર ગુર્જર બન્યા રિયલ ક્રિકેટ એકેડમિના મહેમાન

3 કલાક પ્રેક્ટિસમાં પરસેવો પાડ્યો, એકેડમીની સુવિધાઓને બિરદાવી

મોરબીમાં સૌપ્રથમ વખત રીયલ ક્રિકેટ એકેડમી ખાતે રાજસ્થાનની રણજી ટીમના પ્લેયર વિરેન્દ્ર ગુર્જર મહેમાન બન્યા હતા. તેઓ રાજકોટમાં ચાલુ થઈ રહેલી સિનિયર સૈયદ મુસ્તાક T20 લીગ કે જે IPL સિલેક્શન ટુર્નામેન્ટ કહી શકાય તેમાં રમવા માટે આવ્યા છે. તેમની સાથે રાજસ્થાનની ટીમમાં રાહુલ ચહર, રવિ બિસ્નોઇ, કમલેશ નાગરકોટી, ખલીલ અહેમદ, અનિકેત ચૌધરી અને ઘણા બધા IPL પ્લેયર્સ છે.

વીરેન્દ્ર ગુર્જરે અહીં ત્રણ કલાક જેવી સખત મહેનત કરી બેટિંગને આખરી ઓપ આપ્યો હતો. જેમાં એકેડમીના બોલર્સ એ તેમની સાથે પોતાના અનુભવથી બોલિંગ કરી સપોર્ટ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ એકેડમી મોરબી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. અહીંની ફેસિલિટીને તેઓએ ભરપુર બિરદાવી હતી તથા અનુભવી કોચનું માર્ગદર્શન મેળવ્યું હતું. અંતે તેમણે હજુ એક વખત એકેડમીની મુલાકાત કર્યા બાદ રાજસ્થાન જવાની ઈચ્છા દર્શાવી હતી.