સાંજ સુધી બફારો સહન કરજો ! કાલે અડધા મોરબીમાં વીજકાપ

- text


જેલરોડ ફીડરમાં સવારે 7થી સાંજના 5 અને ગૌશાળા ફીડરમાં બપોરે 3.30 કલાક સુધી વીજ પુરવઠો નહીં મળે

મોરબી : ચોમાસાની વિદાય બાદ પણ હજુ ગરમી પીછો નથી છોડી રહી ત્યારે આવતીકાલે બુધવારે અડધા મોરબી શહેરમાં બત્તી ગુલ થઇ જશે, પીજીવીસીએલ દ્વારા મેઇનટેનન્સ કામગીરીને લઈ લીલાપર સબ ડિવિઝન હેઠળ આવતા જેલરોડ ફીડર અને ગૌશાળા ફીડરમાં વીજકાપ જાહેર કરાયો છે જેને પગલે અનેક વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી બપોરે 3.30થી લઈ સાંજના પાંચ વાગ્યા સુધી વીજળી ગુલ રહેશે.

મોરબી પીજીવીસીએલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આવતીકાલે તા.12ને બુધવારના રોજ લીલાપર સબ ડિવિઝન હેઠળ આવતા જેલરોડ ફીડરમાં મેઇનટેનન્સ કામગીરીને પગલે સવાર 7.00 થી સાંજના 5 વાગ્યા સુધી વણકરવાસ, રબારીવાસ, વજેપર, ફકરી પાર્ક, લીલાપર રોડ, બોરીચાંવાસ, કાલિકા પ્લોટ, નીલકમલ, રામવિજય સોસાયટી, સાત હનુમાન સોસાયટી, સબ જેલ અને વાંકાનેર દરવાજા સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો નહીં મળે.

- text

આ ઉપરાંત ગૌશાળા ફીડરમાં પણ મેઇનટેનન્સ કામગીરીને લઈ સવારે 7 વાગ્યાથી બપોરના 3.30 વાગ્યા સુધી શનાળા રોડ, માર્કેટિંગ યાર્ડ તરફનો વિસ્તાર, ભેખડની વાડી, ઉમિયા સર્કલ, રેવા ટાઉનશીપ, અંકુર, અરિહંત, આરાધના, રામેશ્વર સોસાયટી, કાલિકા પ્લોટ, કાંયાજી પ્લોટ, દાઉદી પ્લોટ, એવન્યુ પાર્ક, વાઘપરા, કબીર ટેકરી, સરકારી કર્મચારી સોસાયટી, સાયન્ટિફિક વાડી રોડ વિસ્તાર, મામા ફટાકડાથી કાનાની દાબેલી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિતના વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેનાર હોવાનું જાહેર કરાયું છે.

- text