ટંકારા રાજબાઈ ગરબી મંડળની બાળાઓને શરદ પૂનમે લ્હાણી અપાશે

- text


60 જેટલી બાળાઓને આકર્ષક લ્હાણી આપવામાં આવશે

ટંકારા : ટંકારામાં યોજતી રાજબાઈ ગરબી મંડળ નવરાત્રી મહોત્સવની બાળાઓને શદર પૂનમના દિવસે ભવ્ય આયોજન બાદ લહાણી વિતરણ કરવામાં આવશે. આ તકે મોટી સંખ્યામાં દાતાઓ, આગેવાનો અને મહાનુભાવે હાજરી આપશે.

આધુનિકતા વચ્ચે પણ જેને પ્રાચીન અને માના રૂપના ગુણગાન ગાઈ પસંદ કરવાનું કામ ચાલુ રાખ્યું છે તેવી ટંકારાના દરબારગઢની જૂની રાજભાઈ ગરબી મંડળની 60 જેટલી બાળાઓને શરદપૂનમની રઢિયાળી રાતે ચાચર ચોકમાં ગરબા રાસ રમી ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. ટંકારાના સ્વ. કુમારભાઈ આશર (ભાટીયા પરિવાર) “રાજબાઈ ગરબી મંડળ”નું વર્ષોથી સંચાલન કરે છે. હાલ રાજુભાઈ પરિવાર સાથે જવાબદારી નિભાવે છે. સાથે મુસ્લિમ સમાજના કાસમાણી અપુ નવલા નોરતામાં ગરબાના સુર અને સંગીતના સંચાલનની જવાબદારી બખૂબી નિભાવે છે, જે ધાર્મિક લાગણી વ્યક્ત કરી ધન્યતા અનુભવે છે.

રાજબાઈ મંદિર ચોક ખાતે નવલા નોરતા દરમિયાન ભુવારાસ, આકાશમાંથી ગરૂડમા માતાજી સવારી સાથે માતાની સવારી, રાંદલ માની પધરામણી સહિતના રાસની રમઝટ બોલાવી હતી. ત્યારે દશેરાના દિવસે રામ રાવણનું મહાસગ્રામ જામ્યું હતું જેને નિહાળવા અનેક ભાવિકો ઉમટી પડ્યા હતા. આ ગરબીની વિશેષતા એ છે કે શહેરની અન્ય ગરબી બંધ થઈ જાય ત્યાર બાદ અહી રાસ ગરબા રમાય છે.

- text

- text