મોરબીના તબીબી છાત્રો અનાથાશ્રમની મુલાકાતે

- text


મોરબી : મોરબીના મેડિકલ – પેરામેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન ELIXIR દ્વારા અનાથાશ્રમની મુલાકાત લઈ બાળાઓને બુક, પેન, પેન્સિલ, નાસ્તો, બિસ્કિટ અને ચોકલેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ELIXIR નામ હેઠળ ચાલતા મોરબીના મેડિકલ – પેરામેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિયેશન દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે જે અંતર્ગત શોભેશ્વર રોડ ઉપર આવેલા વિકાસ વિદ્યાલયના નામથી ચાલતા બાળાઓ માટેના અનાથાશ્રામની મુલાકાત લઈ 15 તબીબી વિદ્યાર્થીઓ દ્વારા બાળાઓ સાથે રમતો રમી, ગરબા લીધા હતા અને બાળાઓ સાથે મજા કરી તેઓને બુક, પેન, પેન્સિલ, નાસ્તો, બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

- text